JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ ધારાસભ્યશ્રીના જન્મદિવસ નિમિતે કુપોષિત બાળકોને પ્રોટીન પાઉડર અને ડ્રેગન (કમલમ) ફૂટનું વિતરણ કરાયું

ચાઈલ્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કેમ્પનું આયોજન કરી પ્રોટીન પાઉડર અને ડ્રેગન (કમલમ) ફૂટનું વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના જન્મ દિવસ નિમિત જુનાગઢ ૮૬– વિધાનસભા મત વિસ્તારના ૧૭ ગામોના અતિકુપોષિત અને મધ્યમ કુપોસીત અંદાજે ૮૪ જેટલા બાળકોને પ્રોટીન પાઉડર અને ડ્રેગન (કમલમ) ફુટ નું વિતરણ માખીયાળા ગામે ગજેરા સમાજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.મહેશભાઈ વાળા હાજર રહી કુપોસીત અને મધ્યકપોસીત બાળકોની હેલ્થ તપાસ કરી હતી અને તેમના વાલીઓ અને આંગણવાડી વર્કર બહેનોને હેલ્થ કેર અંગેનું જરૂરી માર્ગ દર્શન પુરુ પાડેલ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત માખીયાળાના ગામના સભ્ય કાંન્તીભાઈ ડી.ગજેરા એ જણાવ્યુ હતુ કે જુનાગઢના પહેલા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એવા છે કે જેમને ગાંધીનગર વિધાનસભામાંથી તેના મત વિસ્તારના કુપોષિત બાળકોની ચિન્તા કરી છે. ઉમા પ્રસાદ એજયુકેશન ટ્રસ્ટ જુનાગઢના પ્રમુખ જયોત્સનાબેન સાપરીયાએ ગર્ભવતી મહીલાઓને શુ કાળજી રાખવી તેનું માર્ગ દર્શન પુરુ પાડેલ હતુ ધારાસભ્યશ્રીના પ્રતિનીધી તરીકે તેમના અંગત મદદનીશ મુંકુંદભાઈ હીરપરા હાજર રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન.ચાર્જ સીડીપીઓ દુધીબેન પટોળીયા અને મજેવડી સેજાના આંગણવાડી વર્કર બહેનોએ ખુબ સુંદર મજાનુ આયોજન કરેલ હતુ.
આ પ્રસંગે માખીયાળા ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામપંચાયતના સદસ્યઓ, હાજર રહયા હતા.
તેમજ આ કાર્યક્રમની આભાર વિધિ જનકભાઈ ગજેરાએ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!