JUNAGADHJUNAGADH CITY / TALUKO
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના તલિયાઘર, ઈટાળા, બેલા, જુના ડુંગરપુર અને ઈવનગર કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના તલિયાઘર, ઈટાળા, બેલા, જુના ડુંગરપુર અને ઈવનગર કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની ભરતી

જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો તલિયાઘર પ્રા. શાળા, ઈટાળા પ્રા. શાળા,બેલા પ્રા. શાળા,જુના ડુંગરપુર પ્રા. શાળા અને ઈવનગર પ્રા. શાળાના કેન્દ્રમાં કેન્દ્ર વ્યવસ્થાપકની નિયત માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની થાય છે. જેમાં ઉપરોક્ત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં ઉમેદવારી નોંઘાવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી સાથે જરૂરી તમામ આધાર પુરાવા સાથે કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, મઘ્યાહન ભોજન શાખા, સરદાર બાગ, જૂનાગઢ(ગ્રામ્ય) નો સંપર્ક કરવો અને તા. ૦૩/૦૬/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. તેમ જૂનાગઢ(ગ્રામ્ય) મામલતદાર શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





