ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી તથા વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજીત ‘સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન’ નું રીલોન્ચીંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
– ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી તથા વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજીત ‘સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન’ નું રીલોન્ચીંગ કાર્યક્રમ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી સંપૂર્ણ થયો. આ કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ ખાતે કલેકટર સભા ખંડ માં જિલ્લામાં રોડ એક્સિડન્ટ માં મદદરૂપ થયેલ અને માનવતાની દ્રષ્ટિએ જવાબદારીપૂર્વક ફરજ નિભાવેલ નાગરિકો/કર્મચારીઓ ૧) શ્રી અરજણભાઇ દિવરાણીયા, ૨) દિલીપભાઈ દયાતર, ૩) વિક્રમસિંહ ચાવડા ,ને ” ધ ગુડ સબરીટન”પ્રમાણપત્ર આપી તેઓની કામગીરી બિરદાવી તેમનું સમ્માન કરવામાં આવ્યું. આ તકે જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જુનાગઢ ના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જુનાગઢ કલેકટર શ્રી રચિત રાજ , જુનાગઢ સાવજ દુધ સંઘ ના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાત પરીખ, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી અરજણભાઇ દિવરાણીયા સહિત ના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ