JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા બહેનોને સેલ્ફ મેકઅપની તાલીમ

ઘરેલુ હિંસાલગ્ન બાહ્ય સંબંધોદહેજની માંગણીમહિલા શોષણ વિરુદ્ધ પગલા અંગેની તાલીમ

જૂનાગઢ તા.૦૧ ઓગસ્ટ૨૦૨૪ (ગુરુવાર) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ તથા દહેજ પ્રતિબંધક સંરક્ષણ કચેરી દ્વારા મહિલાલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે. જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) કાર્યરત છે.  કાઉન્સેલર શ્રી મનિષાબેન રત્નોતરશ્રી મયુરીબેન ગોંઢા અને જૂનાગઢ રઘુવંશી વેલફેર ફાઉન્ડેશનમાં ભાવિશા બેન ઘોડાદ્રા દ્વારા બહેનોને સેલ્ફ મેકઅપની તાલીમ આપવામાં આવી હતી. આ તકે જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો. તાલીમાર્થીઓને ઘરેલુ હિંસાલગ્ન બાહ્ય સંબંધોદહેજની માંગણીનશો કરી કરવામાં આવતી હિંસામૈત્રી કરારપ્રિ-મેરેજ કાઉન્સેલિંગ જેવા વિવિધ કેસોમાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે.  પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરવન સ્ટોપ સખી સેન્ટરવ્હાલી દીકરી યોજનાગંગા સ્વરુપપુનઃલગ્ન આર્થિક સહાય યોજનાવિધવા સહાય યોજનાઘરેલુ હિંસા અધિનિયમબેટી બચાવો બેટી પઢાવો યોજનાકામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ૧૮૧મહિલા સ્વાવલંબન યોજનાસાઇબર સિક્યુરિટીસી ટીમ સહિતની વિવિધ યોજનાઓ બાબતે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!