સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે
જૂનાગઢ તા. ૨૪ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ચાલુ વર્ષે મહિલા રોકડ પુરસ્કાર માટે વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં-૧૪, અં-૧૭, અં-૧૯ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ હોઇ તથા એસ.જી.એફ.આઇ. દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની શાળાકીય સ્પર્ધામાં એસ.જી.એ. દ્વારા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરેલ હોઇ તેવી સિદ્ધિ માટે અરજી કરવાની રહેશે. અરજી આપવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતેથી મહિલા રોકડ પુરસ્કાર માટેનું અરજી ફોર્મ મેળવી તા.૧૫ જુલાઇ સુધીમાં આપવાનું રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જિલ્લા રતમ વિકાસ અધિકારીની કચેરી નં ૭૮૫૯૯૪૬૯૮૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.