JUNAGADHJUNAGADH CITY / TALUKO

ડો. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે સમર ટ્રેનિંગની મુલાકાત લીધી

ડો. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે સમર ટ્રેનિંગની મુલાકાત લીધી

ડો.સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, જૂનાગઢના ૨૦ વિદ્યાર્થીનીઓ માટે મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે સમર ટ્રેનિંગ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક પ્રા. ચેતનાબેન ચુડાસમા અને પ્રા. ડો. નયના ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી શ્વેતાબેન કુકડીયા અને શ્રીમતી અંજના ટાંક દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ટ્રેડ, આધુનિક સાધનો, તાલીમની પ્રક્રિયા, રોજગાર અને સ્વરોજગારની તકો તેમજ કૌશલ્ય વિકાસ સંબંધિત વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય શ્રી ડો.બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે આ પ્રકારના બે સંસ્થાઓ વચ્ચેના જોડાણ અને સંબંધોથી કામગીરીથી અવગત થઈ એકબીજા ઘણું બધું જાણી સમજી શકે છે આથી આ પ્રકારનું આદાન-પ્રદાન સતત થતું રહેવું જોઈએ. વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગોની મુલાકાત લઈ પ્રાયોગિક કાર્યપદ્ધતિને નજીકથી નિહાળી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી. મહિલા આઈ.ટી.આઈ.ના ઇન્સ્ટ્રક્ટરો દ્વારા આપવામાં આવેલ આત્મીય માર્ગદર્શન અને માહિતીસભર રજૂઆત બદલ વિદ્યાર્થીઓ તથા કોલેજ પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ, વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને કારકિર્દીની નવી તકો અંગે સમજણ કેળવવાનો હતો. આ પ્રકારની સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડા તથા મીતાબેન ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!