
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલય સ્ટાફ તેમજ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં જિલ્લા નાયબ નિયામક શ્રી સી.પી.પવારના માર્ગદર્શનમાં શાળાના આચાર્ય શ્રી બી.એસ.ભાવસાર ,શ્રી એ.કે.રાઠોડ,મદદનીશ શિક્ષક એમ.ડી. દાહીમાં, હીરાભાઈ મૂછાળ,પરેશભાઈ, દિનેશભાઈ મારુ તથા શાળા અને છાત્રાલયના સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. યોગ દિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને યોગક્રિયાઓનું પ્રદર્શન કરી યોગના મહત્ત્વને ઉજાગર કર્યું હતું આ પ્રસંગે આચાર્ય શ્રી બી.એસ. ભાવસારે પોતાના શુભ સંદેશમાં જણાવ્યું હતું કે યોગ ભારતની અમૂલ્ય પ્રાચીન પરંપરા છે, જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનો આધારસ્તંભ છે. આજના વ્યસ્ત અને સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓએ નિયમિત યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ શરીર, એકાગ્ર મન અને સકારાત્મક વિચારો સાથે પોતાના લક્ષ્યો હાંસલ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી શાળાના વ્યાયામ શિક્ષક ડૉ.હમીરસિંહ વાળાએ યોગનું માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નહીં પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા અને સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ દ્વારા જીવનમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી આ પ્રસંગે તમામ ઉપસ્થિતોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન “નિરોગી ગુજરાત – સ્વસ્થ ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ. કેશોદની મુલાકાત લઈ યોગના માધ્યમથી માનસિક એકાગ્રતા અને જીવન કૌશલ્યોના વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. યોગ અને શિક્ષણના સમન્વયથી સર્વાંગી વિકાસના સંદેશ સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





