JUNAGADHJUNAGADH CITY / TALUKO

જામનગરના યુવાનનો મોબાઈલ ફોન જૂનાગઢમાં ખોવાતા જૂનાગઢ નેત્રમ શાખાએ તાત્કાલિક શોધી આપ્યો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જામનગરના વતની જયદિપસિંહ અર્જુનભાઈ ડોડીયા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ એક દુકાને જરૂરી કામ માટે ગયેલ હોય, અને ત્યાં આસપાસમાં તેમનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો SAMSUNG કંપનીનો A23 મોબાઇલ ફોન ખીસ્સામાંથી પડી ગયો હોય, જેથી જયદિપસિંહ જે દુકાન પર ગયેલ હતા તે દુકાન પર તપાસ કરી તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરી પરંતુ તે મોબાઇલ ફોન મળ્યો નહિ. જેથી તે ફોન પર ફોન પણ કર્યો તો તે મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોય, એ મોબાઈલ ફોનમાં જયદીપસિંહના અગત્યના ડેટા સેવ કરેલ હોય, અને આ ફોન નહીં મળે તો તે હેરાન થશે ત્યારે તેઓ જૂનાગઢ નેત્રમ શાખાથી વાકેફ હોય જેથી તેઓએ તાત્કાલિક મોબાઈલ ફોન ખોવાયા અંગેની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર યુક્તીબેન ભારથી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જયદિપસિંહ ડોડીયા જે દુકાને ગયેલ હોય તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા જયદિપસિંહનો મોબાઇલ ફોન એક અજાણ્યો ઇસમ લઇને પોતાની બાઇક પર જતો જોવા મળેલ જે આધારે તે બાઇકને શોધી નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જેથી મોબાઈલ ફોન રિકવર કરી અરજદારને પરત અપાવ્યો હતો, અને મોબાઈલ ફોન લઈ જનાર બાઈક ચાલકને આવું ફરી ન કરવા ઠપકો આપેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!