BANASKANTHATHARAD

થરાદ નું વિશ્વાસ પાત્ર હોસ્પિટલ એટલે માધવ હોસ્પિટલ

13 એપ્રિલ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદના ખોડા ગામનું દર્દી જેને ડિલિવરીમાં નવમો મહિનો ચાલતો હતો અને ઘરે કામ કરતા હતા ત્યારે અચાનક ખેંચ આવી જતા બેભાન થઇ ગયેલ જેમને ઈમરજન્સીમાં માધવ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. દર્દી ની તપાસ કરતા તેમને બીપી ખુબ જ વધારે હોવાનું જણાતા તેમને દાખલ કરવામાં આવેલ. અહીં ના ડૉ. દિનેશભાઇ ( એમ.ડી.ફિજીસીયન) એ ખેંચ ની સારવાર કરી અને અહીં ના ડૉ. ધ્રુવ પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાંત) તેમજ ડૉ. અભયસિંહ ચૌહાણ (જનરલ સર્જન) દ્વારા વધુ તપાસ કરાતા માતા તથા બાળકની પરિસ્થિતિ ખુબ જ ગંભીર હોવાથી ઇમરજન્સી માં સીઝરિયન ઑપરેશન કરવામાં આવેલ.માતા તથા બાળક બંને ની હાલત અત્યંત નાજુક હોવાથી માતા ને ICU તથા બાળકને NICU માં દાખલ કરવામાં આવેલ. આમ યોગ્ય સમયે યોગ્ય સારવાર મળતા બાળક અને માતા બન્ને નો જીવ બચી જવા પામેલ.જેથી દર્દીના સબંધીઓ દ્વારા માધવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના ડૉકટર સાહેબો તથા સ્ટાફ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!