“અધિકારોનો માર્ગ લો ” ની થીમ સાથે જિલ્લા જેલ જૂનાગઢ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
જૂનાગઢ તા.૩૦ ભારત સરકાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ આરોગ્ય વિભાગ અને દિશા ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.અલ્પેશ સાલ્વી અને જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારીશ્રી ડો.ચંદ્રેશ વ્યાસ માર્ગદર્શન હેઠળ ૧લી ડીસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસની” ની સાપ્તાહિક ઉજવણી “અધિકારોનો માર્ગ લો (Take the Rights Path) ” ની થીમ સાથે જિલ્લા જેલ જૂનાગઢ ખાતે એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ વિષે જાગૃતતા સ્ક્રીનીંગ માટેનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમ માં જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારીશ્રી ડો.ચંદ્રેશ વ્યાસ સાહેબ દ્વારા બંદીવાન ભાઇઓં ને એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ વિશે વિગત વાર માહિતગાર કર્યા હતા તેમજ ૩૪ બંદીવાન ભાઈઓનું સ્વઈચ્છા તપાસ કરી હતી.
જેમાં DISHA-DAPCU ટીમ, ICTC જૂનાગઢ , સુભીક્ષા પ્રોજેક્ટ, સ્ટાફ કેમ્પમા હાજર રહી કેમ્પની કામગીરી કરવામાં આવી હતી.