JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા  વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાય 

ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એનોફીલીસ પ્રકારના ચેપી માદા મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને રાત્રે કરડવાથી મેલેરિયા રોગ ફેલાય છે. મેલેરિયા પરોપજીવી જંતુથી થતો રોગ છે. ચોમાસા ઋતુમાં વરસાદી પાણીના ખાડા-ખાબોચિયાં ભરવાથી એનોફીલીસ પ્રકારના મચ્છર પેદા થાય છે. જે ખાડા-ખાબોચિયાંમાં માટી/રેતી પુરાવીને પાણીનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે. ગંદા પાણીમાં પેદા થતા બધા મચ્છર રોગચાળા ફેલાવતા નથી.

ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા મેલેરિયા મુક્ત ગુજરાત – અભિયાન અન્વયે આ ઉદેશને સાકાર કરવા વર્ષ ૨૦૧૭ થી સઘન ઝુંબેશ શરુ કરેલ છે. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન અને અમલીકરણને કારણે જુનાગઢ મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૨માં મેલેરિયામાં ૩૭% ઘટાડો અને ડેન્ગ્યુંમાં ૬૦% ઘટાડો હાંસલ કરેલ છે. તેમજ વર્ષ ૨૦૨૨ કરતાં વર્ષ ૨0૨3  માં મેલેરિયામાં ૫૦% ઘટાડો અને ડેન્ગ્યુંમાં ૬૬% ઘટાડો હાંસલ કરેલ છે. જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષમાં  એપ્રિલ-૨૦૨૪ માં મેલેરિયા કેસ-૧, ડેન્ગ્યું કેસ-0, ચિકનગુનિયા કેસ-૦ નોંધાયેલ છે.

NVBDCP પ્રોગામ અંતર્ગત જાહેર કરેલ દર વર્ષની જેમ ૨૫મી, અપ્રિલ, ૨૦૨૪ના રોજ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે જેમ એક થીમ – Accelerating the Fight Against Malaria for a more Equitable World (વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએ) ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ મેલેરિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ/નાબુદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે.

તેમજ ૨૫મી, અપ્રિલ, ૨૦૨૪ના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મ.પ.હે.વ., ફી.હે.વ., આશા અને અન્ય આરોગ્ય કર્મચારી ની ૫૫ ટીમ દ્રારા દરેક અર્બનમાં  હાઉસ ટુ હાઉસ રૂબરૂ ઘરોની ફિલ્ડ મુલાકાત કરી સર્વેલન્સ, પોરાનાશક, આરોગ્ય શિક્ષણ કામગીરી માં બેનર અને પોસ્ટર લગાવવા, પત્રીકા વિતરણ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરી ઝુંબેશમાં હાથ ધરવામાં આવશે.

મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા વિનંતી.

વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. એમ ડો. ચંદ્રેશ વ્યાસ, આરોગ્ય અધિકારીશ્રી મહાનગરપાલિકા જુનાગઢની યાદી જણાવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!