GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

હાઈકોર્ટના નવા નોટિફિકેશન સામે કાલોલ બાર એસોસિએશનનો વિરોધ: બે દિવસ કોર્ટ કામકાજથી અળગા રહેવાનો સર્વાનુમતે નિર્ણય.

તારીખ ૦૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશન સામે કાલોલ બાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે. આજે તારીખ ૦૭/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કાલોલ વકીલ મંડળની જનરલ મીટીંગ મળી હતી, જેમાં બારના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ એકસૂરે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૨૬ થી લાગુ કરાયેલા નવા નિયમ મુજબ:કોર્ટના તમામ કામકાજ, અરજીઓ અને સોગંદનામા A4 સાઇઝના કાગળ પર જ કરવા.લખાણ માટે ‘લોહીત’ (Lohit) ફોન્ટ નો ફરજિયાત ઉપયોગ કરવો.કાલોલ બાર એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ પરિપત્ર સમગ્ર ગુજરાતના વકીલો તેમજ અસીલોના હિતમાં નથી અને તેનાથી ઘણી વ્યાવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેના વિરોધમાં ઠરાવ પસાર કરી તમામ વકીલો દ્વારા 1. કોર્ટ કામકાજનો બહિષ્કાર: હાઇકોર્ટના નોટિફિકેશનના વિરોધમાં કાલોલ બાર એસોસિએશનના તમામ વકીલો તારીખ ૦૭/૦૮/૨૦૨૬ અને ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ કોર્ટના કામકાજથી અળગા રહીને વિરોધ પ્રદર્શિત કરશે.2. આગામી રણનીતિ: જો હાઇકોર્ટ દ્વારા આ નોટિફિકેશન સત્વરે પરત લેવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળના વિરોધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે, જેનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.આ ઠરાવની નકલ ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કાલોલ ને યોગ્ય કાર્યવાહી અર્થે રજૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!