GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે સાલિયાવ ગામે રહેણાંક મકાનમાં થી વિદેશી દારૂની ૧૭ બોટલ સાથે એક ઈસમની અટકાયત કરી.

તારીખ ૨૩/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મલાવ ગામે જતા ખાનગી રાહે બાતમી મળી કે સાલિયાવ ગામે રહેતા ગોવિંદભાઈ બાલુભાઈ સોલંકી નાયક ફળિયામાં રહેતા મહેશભાઈ વિનુભાઈ નાયક ના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છુટક વેચાણ કરે છે જે આધારે પોલીસે રેડ કરતા મહેશભાઈ વિનુભાઈ નાયક ઘરે હાજર મળી આવ્યો હતો પોલીસે તેના ઘરમાંથી મિનિયા થેલા માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટર નંગ ૧૭ રૂ ૨૨૧૦/ નો મુદામાલ મળી આવ્યો પોલીસે બન્ને ઈસમો સામે પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે.








