GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે દીવાન વાડી ની ખુલ્લી જગ્યામાં આક ફરક નો આંકડો લખતા એક ઈસમ ને ઝડપી પાડયો
તારીખ ૨૫/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગત મંગળવાર બપોરના સમયે કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાથમી મળેલ કે દીવાન વાળી પાસે ખુલ્લી જગ્યામાં આંખ ફરક નો આંકડો લખી પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે આધારે પોલીસે રેડ કરતા આંકડો લખાવનાર ઈસમો ભાગી ગયા હતા જ્યારે આંકડો લખનાર ઇસમ નરેશભાઈ પ્રભારામ મારવાડી ઝડપાઈ ગયો હતો જેની અંગ જડતી માંથી રૂપિયા ૬૩૦ અને આંકડા લખેલ સ્લીપ બુક,કાર્બન પેપર અને બોલપેન મળી આવેલ. પોલીસે જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.