GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે ગધેડી ફળિયામાં જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડયા,બે ફરાર.

તારીખ ૩૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં આવેલા ગધેડી ફળિયાની ખુલ્લી જગ્યામાં રાત્રિના સમયે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ઈસમો પર પોલીસે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના અનામ આર્મડ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે પોલીસે ચાર ઈસમો સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર શુક્રવારે મોડી રાત્રે કાલોલ પોલીસ ટીમ ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ગધેડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ દરમિયાન જુગાર રમી રહેલા ઈસમોમાં ભાગદોડ મચી ગઈ હતી.પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી બે ઈસમો (૧) વસંતભાઈ રયજીભાઈ (ઉં.વ. ૨૨, રહે. તળાવની પાળ પાસે, કાલોલ) અને (૨) અક્ષયભાઈ દીપકભાઈ સોલંકી (ઉં.વ. ૨૮, રહે. ભાગ્યોદય સોસાયટી, કાલોલ)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ (૩) આશિષભાઈ પ્રતાપભાઈ સોલંકી (રહે. ગધેડી ફળિયું, કાલોલ) અને (૪) પપ્પુભાઈ ભૂપતભાઈ સોલંકી (રહે. વૃંદાવન સોસાયટી, કાલોલ) અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી દાવ પર લગાવેલા ₹૭,૧૪૦, પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલા ₹૩,૯૯૦ તથા ગંજીપત્તાના પાના મળી કુલ ₹૧૧,૧૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!