GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ક્ષત્રિય મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમમાં શૈક્ષણિક-રમત ક્ષેત્રના યુવાનોને સાંસદ રાજપાલસિંહે કર્યા સન્માનિત.

તારીખ ૧૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ વિધાનસભા મત વિસ્તારના ખંડોળી ગામ સ્થિત જલારામ મંદિર ખાતે કાલોલ તાલુકા ક્ષત્રિય મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સમારોહમાં 18-પંચમહાલ જિલ્લા લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ્ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે શૈક્ષણિક, રમત-ગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને શાલ, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વાલીઓ અને યુવાનો જોડાયા હતા.

સાંસદ રાજપાલસિંહજીએ પ્રસંગને સંબોધતા જણાવ્યું હતું કે સમાજના તેજસ્વી તારલાઓ જ દેશ અને સમાજનું ભવિષ્ય છે. તેઓએ યુવાનોને વધુ મહેનત કરી સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. જ્યાં કાલોલ તાલુકા ક્ષત્રિય મંડળના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!