GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો,અકસ્માતમાં કાલોલના પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત.

 

તારીખ ૦૧/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ગામનો લઘુમતી પરિવાર કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વડોદરા હાઈવે વેજલપુર ગામ નજીક નૂર વે બ્રિજ થી થોડે આગળ અને ગ્રાન્ડ એકતા હોટલ પેહલા બાઇક ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ ની સાઈડ ઉપર લાગેલ માઇલ સ્ટોન સાથે ભટકાતા કાલોલ ના લઘુમતી પરિવાર ને નડ્યો અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે પિતા ફરહાન આદમ પાંડવીયા અને પુત્ર ફહદ ફરહાન પાંડવીયા નું મોત.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ કાલોલ શહેર ના વતની ફરહાન આદમ પાંડવીયા પોતાની પત્ની અને બે બાળકો સાથે કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વેજલપુર ગામ નજીક નૂર વે બ્રિજ થી થોડે આગળ અને ગ્રાન્ડ એકતા હોટલ પેહલા બાઇક ચાલક ફરહાન આદમ પાંડવીયા સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ ની સાઈડ ઉપર લાગેલ માઇલ સ્ટોન સાથે ભટકાયને રોડ ની સાઈડ માં આવેલ ખડામાં બાઇક ખાબકી હતી અને બાઇક પાછળ બેઠેલ પત્ની અને એક નાના બાળક ને નાની મોટી ઈજાઓ થઈ હતી અને પત્ની તેમજ નાના બાળક નો આબાદ બચાવ થયો હતો અને બાઇક ચાલક ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા બાઇક ચાલક ફરહાન પાંડવીયા તેમજ પુત્ર ફહદ પાંડવીયા નો ઘટના સ્થળે મોત નિજપ્યું હતું જેથી રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો ઉભા રહી ગયા જ્યાં બાઇક ચાલક ની પત્ની તેમજ બાળક ને સાઈડ માં એક ગાડીમાં બેસાડી તેના પરિવાર તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ ને જાણ કરી હતી જેથી પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઇક ચાલક નો પરિવાર પણ ઘટના સ્થળે આવી પોહચ્યો હતો પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત નીપજેલું જોતા તેના પરિવાર ઉપર આભ ટૂટી પડ્યો હતો જ્યાં વેજલપુર પોલીસે ઘટના સ્થળે થી પિતા પુત્ર ની ડેડ બોડી ને પી એમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!