GUJARATHALOLPANCHMAHAL

હાલોલ પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે પૂ. વેદાંત બાવાશ્રી ના પવન નિશ્રામાં કમલ તલાઇ તેમજ જલ વિહાર નો દિવ્ય અલૌકિક મનોરથ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૬.૨૦૨૫

હાલોલ પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે પૂ. વેદાંત બાવાશ્રી ના પવન નિશ્રામાં કમલ તલાઇ તેમજ જલ વિહાર નો દિવ્ય અલૌકિક મનોરથ યોજાતા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.છોટે કાંકરોલીનું બિરુદ પ્રાપ્ત કરેલ હાલોલ ખાતે પૂ શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પધારતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો સહીત બંને હવેલીના ટ્રસ્ટીઓ અને વૈષ્ણવ દ્વારા પૂજ્યશ્રીના માલ્યાર્પણ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલોલ ખાતે ઉષ્ણ કાલ ઋતુમાં અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પધારતા સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આજે ની ધડી તે રળિયામણી હે જી મારો વ્હાલોજી પધાર્યા અમારે આંગણે એમ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય નું રંગે ચંગે ભક્તિમય વાતાવરણ માં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગર ની માધ્યમ બિરાજતા શ્રી છગન મગન લાલજી મંદિર ખાતે પૂજ્ય શ્રી ની પાવન નિશ્રામાં ઉષ્ણ કાલ ઋતુમાં પ્રભુ શ્રી ના સુખાથૅ કમલ તલાઇ નો દિવ્ય અલૌકિક મનોરથ દર્શન કરવામાં આવ્યા હતા. જયારે બસ સ્ટેન્ડ સ્થિત પ્રભુ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે જલ વિહાર મનોરથ દર્શન યોજાયા હતા.જેને લઇ આ બંને હવેલી માં વૈષ્ણવો ‌વિશાળ જનસંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. કીર્તન કારો દ્વારા ધોળ પદ કીર્તનનું ગાન દ્વારા ભારે રમઝટ બોલાવી હતી.પૂ. વેદાંત કુમારજી મહોદય શ્રી ના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. જેન લઇ વૈષ્ણવો એ દિવ્ય અલૌકિક મનોરથ ના દર્શન કરી ધન્ય બન્યા હતા. જયારે વૈષ્ણવો દ્વારા પૂજ્ય શ્રી ચરણસ્પર્શ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભાવ વિભોર બન્યા હતા.

Back to top button
error: Content is protected !!