વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનાં મધ્યસ્થ કાર્યાલય “કમલમ”નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ..
પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે આદિવાસી જિલ્લા એવા ડાંગની મુલાકાતે આવ્યા હતા.જ્યા તેમણે આહવા ખાતે જિલ્લા ભાજપનાં મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહર્ત કર્યું હતુ.આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે કમલમનાં ખાતમુર્હુત પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સમાજનો વિકાસ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.અને ખાસ કરીને આદિવાસી લોકોના વિકાસ પર પણ ધ્યાન આપ્યું છે.વધુમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે.પરંતુ ઉનાળામાં ડાંગ જિલ્લાનાં લોકોએ જ પાણી માટે ભટકવું પડે છે.ત્યારે જળ શક્તિ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે અને ખેતી માટે પણ પાણી મળી રહે સાથે વિપક્ષ ઉપર પણ આંકરા પ્રહારો કર્યા હતા.સાથે કાર્યાલય અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ કાર્યાલય બનશે અને તેમા તમામ માહિતીઓ લોકોને ઉપલબ્ધ થશે તેમજ સરકારની દરેક યોજનાની પણ માહિતી આ કાર્યાલયમાં મળી રહેશે.આ શુભ અવસરે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી,ડાંગ જિલ્લા ભાજપ અધ્યક્ષ કિશોરભાઈ ગાવિત,ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, મહામંત્રી હરિરામભાઈ સાવંત,રાજુભાઈ ગામીત,દિનેશભાઈ ભોયે,તમામ મંડળના નવનિયુક્ત પ્રમુખ,જવાબદાર કાર્યકર્તા,વરિષ્ઠ આગેવાનો,સિનિયર કાર્યકર્તાઓ,જિલ્લા-તાલુકા પંચાયતનાં સદસ્યો,સરપંચો,મહંત સંતો,તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ,બહેનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા..