BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા કાવ્યા તથા આદિત્ય પ્રજાપતિ..

કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા કાવ્યા તથા આદિત્ય પ્રજાપતિ..

કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા કાવ્યા તથા આદિત્ય પ્રજાપતિ..

ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાના રમત ગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાંકરેજ તાલુકા ના અધગામ ખાતે તા ૧૧/૦૧/૨૦૨૫ ને શનિવાર ના રોજ રમાયેલ ચેસ ની સ્પર્ધામા અંડર ઈલેવનમા પ્રથમ નંબર મેળવનાર શ્રી શિશુ મંદિરના વિધાર્થી થરેચા પરિવાર પ્રજાપતિના અને માનપુરા પ્રા. શાળાના શિક્ષક પ્રજાપતિ હરેશભાઈ ઈશ્વરભાઈ ના સુપુત્ર આદિત્ય પ્રજાપતિ અને અંડર- ૧૪ મા કાંકરેજ તાલુકામાં બીજો નંબર પ્રાપ્ત કરનાર શ્રી શિશુ મંદિરની વિધાર્થીની હરેશભાઈ સુપુત્રી કાવ્યા પ્રજાપતિ બંને ભાઈ-બહેનો કાંકરેજ તાલુકા માંથી જિલ્લા કક્ષાએ પાંચ મી ફેબ્રુઆરી ૨૦૨૫ મા રમવા જશે. બંને ભાઈ બહેનોને બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ પી. વાઘેલા,થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ અનિલભાઈ સોની,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ સહીત પ્રજાપતિ સમાજ,શ્રી શિશુ મંદિર સ્ટાફ પરિવારે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રગતિના સોપાન સર કરી માતા-પિતા તથા શાળા અને સમાજનું નામ રોશન કરવા આશીર્વાદ આપ્યા હતા.ગત વર્ષે કાવ્યાએ ચેસ સ્પર્ધાની અંદર સમગ્ર કાંકરેજ તાલુકામા પ્રથમ નંબર પ્રાપ્ત કરી અન્ડર ઈલેવન સ્પર્ધક તરીકે નામ નોંધાયેલ જે સમગ્ર કાંકરેજ તાલુકા વતી ૨૧ મી મે ૨૦૨૪ ના રોજ બ.કાં. જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ. આદિત્યએ પણ ગત વર્ષે ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધામાં અંડર નાઈન દોડ અને બ્રોડ જંપમાં તાલુકાની અંદર પસંદગી પામેલ ત્યારે શાળા પરિવાર,મારો સમાજ તેમજ શિક્ષક મિત્રોએ અભિનંદન આપ્યા હતા તેમ હરેશભાઈ આઈ.પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!