GUJARAT

કરજણની સાડા છ વર્ષની દીકરી ખુશ્બુ રમઝાન માસના રોઝા રાખી ખુદાની બંદગી કરી રહી છે

વડોદરાના કરજણ નગરની સાડા છ વર્ષની ખુશ્બુએ પવિત્ર રમઝાન માસના ૧૭ રોઝા પૂર્ણ કર્યા છે. ખુશ્બુ પવિત્ર રમઝાન માસના રોઝા રાખી ખુદા તઆલાની બંદગી કરી રહી છે. હાલ મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે કરજણ નગરના હુસેન ટેકરી વિસ્તારમાં રહેતા રહેમાન ઘાંચીની માત્ર સાડા છ વર્ષની દીકરી ખુશ્બુ બાનુએ રમઝાન માસના ૧૭ રોઝા પૂર્ણ કરી અલ્લાહની બંદગી ગુજારી રહી છે. માત્ર સાડા છ વર્ષની ખુશ્બુ બાનુ ખૂબ નાની વયે રોઝા રાખી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે. સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે અને હિંદુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળીમળીને રહી કોમી એકતાની ભાવના જાગૃત કરે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી... ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!