ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના બોલુન્દ્રાના ખેડૂત કરણસિંહ રહેવર છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

*અરવલ્લી જિલ્લાના બોલુન્દ્રાના ખેડૂત કરણસિંહ રહેવર છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

નિયમિત પ્રાકૃતિક ખેત પેદાશો વેચીને થઈ રહી છે લાખો રૂપિયાની કમાણી*

સાંપ્રત સમયમાં રાજ્યભરનાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને તંદુરસ્ત અને પર્યાવરણને પોષક ઝુંબેશમાં જોડાઈ ગયા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાં કરણસિંહ રહેવર પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે.

વાત છે અહીં અરવલ્લી જિલ્લના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે વસતા અને પ્રાકૃતિક કૃષિ કરતા કરણસિંહ રહેવરની. તેઓ ૨૦૨૦ થી બોલુંદ્રામાં તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ તુવેર, હળદર, ડુંગળી, લસણ, ટામેટાં અને ગલગોટાની ખેતી કરી રહ્યા છે. જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના વિનાની ખેત પેદાશો વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા પછી પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો આવવા સાથે લાખો રૂપિયાની કમાણી થકી આર્થિક રીતે સદ્ધર પણ બન્યા છે.

કરણસિંહ જણાવે છે કે કૃત્રિમ ખાતરો અથવા જંતુનાશકો વિના ખોરાકનું ઉત્પાદન કરતા પ્રાકૃતિક ખેતી તંદુરસ્ત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે. પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને સ્થાનિક અર્થતંત્રો માટે તેના અસંખ્ય ફાયદાઓને કારણે તાજેતરના વર્ષોમાં આ પદ્ધતિની ખેતી લોકપ્રિય બની છે.

પ્રાકૃતિક કૃષિ અપનાવવા વિશે કરણસિંહ રહેવર જણાવે છે કે સૌપ્રથમ સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાતા તેમને પ્રાકૃતિક ખેતીનો સારો અનુભવ મેળવ્યા બાદ લગભગ પાંચ વર્ષ પહેલાં કુદરતી ખેતી કરવાની શરુઆત કરી હતી. આજે પ્રાકૃતિક ખેતી થકી તેઓ સ્વાસ્થ્યવર્ધક, પોષણક્ષમ તથા અન્ય ખેતી પદ્ધતિ કરતા પ્રાકૃતિક ખેતીમાં પાક પણ મબલખ મળી રહ્યો છે.કરણસિંહ રહેવર જેવા અનેક ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક ખેતી અપનાવવાના આહ્વાનને ઝીલીને તંદુરસ્ત અને પર્યાવરણ પોષક અભિયાનનો ભાગ બની રહ્યા છે. આજે તેઓ મોડલ ફાર્મ ધરાવે છે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષી અંગે જાણકારી આપી અને તેમને પ્રાકૃતીક ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે.

 

 

Back to top button
error: Content is protected !!