આણંદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં ઉત્કલ ક્લાસના કરાટેવીરોએ મેદાન માર્યુ
આણંદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં ઉત્કલ ક્લાસના કરાટેવીરોએ મેદાન માર્યુ
તાહિર મેમણ – આણંદ – 16/01/2025 -કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન (KIO), કરાટે ડુ ફેડરેશન – ગુજરાત (KDFG) અને એન.એસ કે.એ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (ગુજરાત સરકાર) માન્યતા પ્રાપ્ત ૧૪ રાષ્ટ્રીય શોતોકાન કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫ યુગપુરુષ વિવેકાનંદ રમતગમત સંકુલ, આણંદ, ગુજરાત ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમા નેશનલ કરાટે ચેમ્પિયન ઉત્કલ કરાટે જામનગર ગુજરાતે કુમિતે (ફાઇટ)મા મનિન્દુ, શરણ્યા, નિષ્ઠા સોલંકી, કાશવી જૈન અને શૌવરી સોલંકીએ કાતામાં સુવર્ણ, પદક અને કાતામાં મનિન્દુ, શરણ્યા, નિધિએ રજત પદક તેમજ મિહિરાજ, નંદ કુમાર, અવ્યકત અગ્રવાલ, શ્રેષા રાઉત, નિધિ, રૂશિકા યેલા, વાગેશ્વરી રાઉત, કાશવી જૈન, આરવ કુમારે કાંસ્ય પદક મેળવીને ગુજરાતનો ઝંડો ફરકાવ્યો હતો. ઉમાકાંત સેનાપતી અને ચંદ્રકાંત શાહુ (ઉત્કલ કરાટે) કોચિગ અને માર્ગદર્શન આપ્યુ હતું. રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં જુદા જુદા રાજ્યનાં ૧૨૦૦ કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમા ઉત્કલ કરાટે સ્કૂલે જામનગર ઉત્કૃષ્ટ દેખાવ કરી ૨૧ પદકો અને પ્રમાણપત્રો મેળવ્યા હતા. કલ્પેશ મકવાણા, જનરલ સેક્રેટરી એન.એસ કે.એસ જાપાન , ડાયરેક્ટર & મુખ્ય સલાહકાર દક્ષિણ એશિયા અને એન.એસ કે.એના હસ્તે વિજેતાને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ ચેમ્પિયનની સિધ્ધી બદલ કોચ, માર્ગદર્શકો અને કન્વીનરોને જામનગર અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.