સર પ્રતાપ હાઈસ્કુલ સેન્ટ્રલ હૉલ ખાતે કારગિલ વિજય દિવસ ને ઉજવવા મા આવ્યો
કારગિલ દિવસ નિમિતે સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એન એમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ઈડર, ઉમેદગઢ, કુકડિયા હોમગાર્ડઝ યુનિટ ઓફિસર કમાન્ડિંગ/ઇન્ચાર્જ તેમજ હોમગાર્ડઝ સભ્યો દ્વારા સર પ્રતાપ હાઈસ્કુલ સેન્ટ્રલ હૉલ ખાતે કારગિલ વિજય દિવસ ને ઉજવવા મા આવ્યો ભારતના સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાનને યાદ કરવામા આવ્યુ સૈનિક રાષ્ટ્ર નુ સન્માન છે આ યુદ્ધમાં અનેક જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. કારગિલ વિજય દિવસ સૈનિકોની યાદ મા શ્રદ્ધાંજલિ આપવાનો એક અવસર છે. આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રેમનું પ્રતીક છે. આ દિવસે પોતાની રાષ્ટ્રીય ભાવનાઓને વ્યક્ત કરે છે તે પરંપરાઓ ને જાળવી રાખવુ એ આપડુ કર્તવ્ય છે આ દિવસે હોમગાર્ડઝ દળ ના જવાનો – માજી સૈનિકો તેમજ વિવિધ સમાજ ના આગેવાનો સાથે રહી કારગિલ દિવસની ગાથા સાંભળી શ્રદ્ધાંજલિ અર્પિત કરી આ કાર્યક્રમમાં એચ એમ પરમાર, રાજુભાઈ પરમાર,નરેન્દ્રભાઇ પટેલ,પિયુષ દવે,પ્રફુલ ભાઈ સુથાર, રજનીભાઈ પરમાર તેમજ અન્ય સામાજિક આગેવાનો સાથે રહી કારગીલ વિજય દિવસ ની ગૌરવ ગાથા ની ઉજવણી કરવામાં આવી.