
તા.૩૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી ₹58 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી કતવારા પોલીસ
કન્ટેનરની આડમાં દારૂની હેરાફેરી: સીટોના બોક્સ નીચે છુપાવેલો હતો લાખોનો વિદેશી દારૂ રાજસ્થાનના બે શખ્સો જેલહવાલે: હરિયાણા પાસિંગના આઈસર કન્ટેનરમાં લાવવામાં આવતો હતો દારૂનો જથ્થોવડોદરા દારૂ પહોંચે તે પહેલા જ કતવારા પોલીસે ખેલ બગાડ્યો દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ કતવારા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. માત્ર દારૂ જ નહીં, પરંતુ ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.કતવારા પોલીસની ટીમ જ્યારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે રાત્રિના સમયે એક શંકાસ્પદ બ્રાઉન કલરનું ટાટા કંપનીનું આઈસર કન્ટેનર (નંબર: HR-55-W-3170) આવી પહોંચ્યું હતું. પોલીસે જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરી, ત્યારે તેણે ગલ્લાતલ્લાં કર્યા હતા અને ગાડીમાં સીટો ભરેલી હોવાનું જણાવ્યું હતું.જોકે, ડ્રાઈવરની શંકાસ્પદ હિલચાલને જોઈ પોલીસે બેટરીના અજવાળે તપાસ કરતા કન્ટેનરમાંથી સીટોના બોક્સની પાછળ છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. હાઈવે પર ભીડ ન થાય તે માટે આ આઈસરને ટાંડા આઉટ પોસ્ટ ખાતે લઈ જઈ ગણતરી કરવામાં આવી હતી.જેમાંથી દારૂની પેટીઓ: 675 (કુલ 32,400 નંગ બોટલો) દારૂની કિંમત: ₹58,53,600 આઈસર કન્ટેનરની કિંમત: ₹20,00,000 કુલ મુદ્દામાલ: ₹80,13,600 આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે:ધનારામ હરજીરામ ડુગેર (જાટ) – રહે. બાડમેર, રાજસ્થાનઅણદારામ પેમારામ ડાયલ (જાટ) – રહે. બાડમેર, રાજસ્થાન જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર ચંદીગઢનો અજાણ્યો ઈસમ, બાડમેરનો ભીયારામ બેનીવાલ અને વડોદરામાં દારૂ મંગાવનાર શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. કતવારા પોલીસે પ્રોહિબિશનનો આ ગણનાપાત્ર કેસ શોધી કાઢીને ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.”કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી ₹58 લાખનો વિદેશી દારૂ અને ₹20 લાખનું કન્ટેનર મળી કુલ ₹80.13 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. સીટોના બોક્સની આડમાં ચંદીગઢથી વડોદરા જઈ રહ્યો હતો દારૂનો જથ્થો. રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ





