INTERNATIONAL

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરી, ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે 11 ફેબ્રુઆરીએ 180 દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. 2024ની યાદીમાં તે 3 સ્થાન ઘટીને 96માં નંબર પર આવી ગયો છે. 2023માં ભારત 93માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે. પાડોશી દેશ ચીન 76માં નંબર પર છે. 2 વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. તે 133મા સ્થાનેથી 135મા સ્થાને આવી ગયો છે. શ્રીલંકા 121મા અને બાંગ્લાદેશ 149મા ક્રમે છે.

ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને છે. જ્યારે દક્ષિણ સુદાન (180) સૌથી ભ્રષ્ટ દેશ છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર 1 પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે અને 180માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.

મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો સ્કોર 38 રાખવામાં આવ્યો છે. આ સ્કોર 2023માં 39 અને 2022માં 40 હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત 3 સ્થાન નીચે આવી ગયું છે. વર્ષોથી વૈશ્વિક સરેરાશ 43 રહી છે. જ્યારે બે તૃતીયાંશથી વધુ દેશોએ 50થી નીચેનો સ્કોર કર્યો છે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ2024 ની રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગ બનાવવા માટે CPI જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે 180 દેશો અને પ્રદેશોને રેન્કિંગ આપે છે, જે દેશોને 0 અને 100 ની વચ્ચેનો સ્કોર આપે છે. રેન્કિંગમાં વધુ પોઈન્ટ મેળવનારા દેશો ઓછા ભ્રષ્ટાચારી ગણાય છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ ગણાય છે.

CPI રિપોર્ટ મુજબ, વૈશ્વિક ભ્રષ્ટાચારનું સ્તર ચિંતાજનક રીતે ઊંચું બની રહેલું છે. આ રિપોર્ટમાં વિશ્વભરમાં ગંભીર ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. બે તૃતીયાંશથી વધુ દેશો 100માંથી 50થી ઓછા સ્કોર કરે છે. આશરે 6.8 અબજ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં 50થી ઓછો CPI સ્કોર છે, જે વિશ્વની કુલ વસ્તીના 85 ટકા જેટલો છે.

ડેનમાર્ક 90 પોઈન્ટ મેળવીને સતત સાતમા વર્ષે સૌથી ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોની યાદીમાં ટોચ પર રહ્યું. તે પછી ફિનલેન્ડ (88) અને સિંગાપોર (84)નો ક્રમ આવે છે. આ પછી ન્યુઝીલેન્ડ (83) અને લક્ઝમબર્ગ (81) આવે છે. ટોચના ક્રમાંકિત દેશોમાં, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડને પણ 81 પોઈન્ટ મળ્યા છે. જ્યારે, સ્વીડનને 80 પોઈન્ટ મળ્યા છે.

વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં દક્ષિણ સુદાન ટોચ પર છે. સૂચકાંક મુજબ, તેને 8 પોઈન્ટ મળ્યા છે અને તેને સૌથી નીચો 180 રેન્ક આપવામાં આવ્યો છે, જે સાબિત કરે છે કે તે સૌથી ભ્રષ્ટ દેશ છે. આ પછી, સોમાલિયા 179મા સ્થાને અને વેનેઝુએલા 178મા સ્થાને છે. આ યાદીમાં સીરિયા 177મા ક્રમે છે અને યમન, લિબિયા, એરિટ્રિયા અને ઇક્વેટોરિયલ ગિની 13 પોઈન્ટ સાથે 173મા ક્રમે છે. નિકારાગુઆ 14 પોઈન્ટ સાથે 172મા ક્રમે છે.

કંગાળ થયેલું પાકિસ્તાન 135મા ક્રમે છે, જે 2023ની સરખામણીમાં બે પોઈન્ટનો ઘટાડો છે. 27 પોઈન્ટ મેળવનાર પાકિસ્તાન રેન્કિંગમાં માલી, લાઈબેરિયા અને ગેબોન જેવા દેશો સાથે છે. ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનો ક્રમ પાકિસ્તાન કરતા ઘણો ઊંચો છે. જોકે, 2023ની સરખામણીમાં 1 પોઈન્ટનો ઘટાડો થયો છે, જેના પરિણામે રેન્કિંગમાં 3 પોઈન્ટનો તફાવત આવ્યો છે. વર્ષ 2024ના રેન્કિંગમાં, ભારત 38 પોઈન્ટ સાથે 96મા ક્રમે છે. ભારતના અન્ય પાડોશી દેશ ચીન 42 પોઈન્ટ સાથે રેન્કિંગમાં 76મા ક્રમે છે.

બાંગ્લાદેશ 23 પોઈન્ટ સાથે 151મા ક્રમે છે, જ્યારે શ્રીલંકાને 32 પોઈન્ટ મળ્યા છે અને તે 121મા ક્રમે છે. તાલિબાન શાસન હેઠળ, અફઘાનિસ્તાનને 17 પોઈન્ટ મળ્યા છે અને તે 165મા ક્રમે છે.

 

 

 

Back to top button
error: Content is protected !!