ઈડર ની કે એમ પટેલ વિદ્યામંદિર ઇડરના આચાર્યશ્રી કિરણભાઈ જે પટેલ સાહેબનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ઇડરના આચાર્યશ્રી કિરણભાઈ જે પટેલ સાહેબનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
આજરોજ સરકારશ્રીના નિયમ મુજબ 31/ 5 /2025 ના રોજ શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ઇડરના આચાર્ય વયનિવૃત થયા છે જેમનો નિવૃત્તિ સન્માન સમારોહ કેળવણી મંડળ દ્વારા આજરોજ શાળા કક્ષાએ યોજાયો હતો જેમાં મંડળના પ્રમુખ શેઠ શ્રી ગિરધરલાલ ડી પટેલ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ અને કેળવણી મંડળના કારોબારી સભ્ય શ્રી કનુભાઈ જી પટેલ સાહેબ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ અને કારોબારી સભ્ય ભાનુપ્રસાદ પટેલ મંત્રીશ્રી અનિલભાઈ પટેલ સાહેબ એજ્યુકેશન કાઉન્સિલના મંત્રી પ્રકાશભાઈ પટેલ સાહેબ વસંતભાઈ પટેલ દિનેશભાઈ પટેલ તથા સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રતિનિધિ અને ઇડર તાલુકાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા સર્વે કિરણભાઈ પટેલ સાહેબને વય નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અર્પી છે . તથા સાહેબ શ્રી એ સંસ્થાને આટલા ઉચ્ચ શિકારો પર પહોંચાડી છે તે બદલ સર્વે સાહેબનો ધન્યવાદ કર્યો હતો તો સાહેબ શ્રી એ પણ આ સંસ્થાને આજ દિન સુધી જે જહેમત ઉઠાવી આટલી ઊંચાઈ પર પહોંચાડ્યું તેમાં કેળવણી મંડળનો જે સાથ અને સહકાર મળ્યો તે બદલ મંડળ નો ખુબ ખુબ આભાર માન્યો હતો વળી કેળવણી મંડળે આજે જ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે શાળાના સુપરવાઇઝર શ્રી પી કે પટેલ ની નિમણૂક કરી છે અને નવા સુપરવાઇઝર તરીકે શ્રી એજી મોમીન ની વર્ણી કરી છે વળીઆવતીકાલ તારીખ 1/ 6/ 2025 થી શ્રી કિરણભાઈ જે પટેલ સાહેબને શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ઇડરના કેમ્પસ ડાયરેક્ટરની પોસ્ટ આપી નવી નિમણૂક આપી છે જે ઉપસ્થિત સૌ કોઈએ હર્ષા ઉલ્લાસ સાથે વધાવી લીધો હતો
જયંતિ પરમાર સાબરકાંઠા