અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના કુણોલ ગામે એક પેડ માઁ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સહ ગ્લોબલ વોર્મિંગ ના પડકારોનો સામનો કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નિર્દેશ અનુસાર પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત ગામ પંચાયતના સરપંચ નરેન્દ્રભાઈ ભગોરા તેમજ ગ્રામજનોની અધ્યક્ષતામાં મેઘરજ પરીક્ષેત્રવન અધિકારી જે કે ડામોર અને દોમડા તેમજ બંને રેન્જ ના વનવિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 500 જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.