BHUJKUTCH

અદાણી સિમેન્ટને ૧૦ આંતર રાષ્ટ્રીય બેંકોએ હસ્તાંતરણની સગવડ માટે યુએસડી ૩.૫ બિલિયનનું ધિરાણ આપ્યું

21-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

આ ધિરાણમાં અદાણીના મજબૂત વ્યવસાય અંતર્ગત વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનો અતૂટ વિશ્વાસ પ્રતિબિંબિત થાય છે.

એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફત અંબુજા અને એસીસીના સંપાદન માટે અદાણી સિમેન્ટે લીધેલા દેવાના પુનઃધિરાણ માટે USD 3,500 મિલિયનની નવી સુવિધા માટે નિશ્ચિત કરારો કર્યા છે.

• USD 3,500 મિલિયનનો પુનઃ-ધિરાણ કાર્યક્રમ ૩ વર્ષ સુધીના દેવાની પરિપક્વતા ધરાવતી આંતરરાષ્ટ્રીય બેંકોના એક ચૂસ્ત કરાર સાથે આખરી કરવામાં આવ્યો છે, જે તમામ પોર્ટફોલિયો કંપનીઓમાં અપનાવવામાં આવેલી નક્કર મૂડીની સમજદારીને પૂરક, મજબૂત સમર્થન અને મૂડીની પહોંચનો પૂરાવો છે.

• અંબુજા અને એસીસીમાં બિઝનેસના મજબૂત દેખાવને આ વહેવાર ચિહ્નિત કરે છે, સિમેન્ટ બિઝનેસમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં EBITDA/ટન રુ.૩૪૦/T થી વધીને (હસ્તાંતરણ બાદ તરત જ) જૂન -૨૩ના અંતે ૧,૨૫૩/T થઈ ગયો છે.

ભુજ કચ્છ :- એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. મારફત અદાણી સિમેન્ટે અંબુજા અને એસીસી માટે લીધેલા હસ્તાંતરણ દેવા માટે આંતર રાષ્ટ્રીય બેન્કોના એક ક્લચ પાસેથી ઉભા કરવામાં આવેલા યુએસડી૩૫૦૦ મિલીયનના તેના પુનઃધિરાણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપ્પન થયાની હર્ષભેર જાહેરાત કરી છે.આ વહેવાર વૈશ્વિક નાણાકીય બજારમાં અદાણીની મજબૂત પહોંચ અને તાકાતવર લિક્વિડિટીની સ્થિતિ દર્શાવે છે. આ સિદ્ધિ નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સુવિધાના પરિણામે અદાણી સિમેન્ટ વર્ટિકલ માટે એકંદર યુએસડી ૩૦૦ મિલિયનની ખર્ચ બચત થશે અદાણી સિમેન્ટ દ્વારા ભારતની મશહૂર સિમેન્ટ બ્રાંડ પૈકીની અંબુજા અને એસીસીના યુએસડી ૬.૬ બિલિયનના સંપાદન સાથે અદાણી સિમેન્ટ દેશના સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રની ભારતની સૌથી મોટી બીજી સિમેન્ટ પ્લેયર છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મટિરિયલ્સ ક્ષેત્રનું આ સૌથી મોટું હસ્તાંતરણ સપ્ટેમ્બર માં આખરી થયું હતું. યુએસડી ૩.૫ બિલિયનની આ સુવિધા સપ્ટેમ્બર ૨૦૨૨ માં દર્શાવેલ મૂડી વ્યવસ્થાપનની ચૂસ્ત યોજનાના સતત અમલીકરણ દર્શાવે છે જે અદાણી સિમેન્ટના ડિલિવરેજિંગના શ્રેણીબધ્ધ આયોજનને જોશે. સિમેન્ટ વર્ટિકલ સાથે નેટ ડેટ EBITDA હવે 2x ની નીચે છે.હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને ACC વાર્ષિક ૬૭ .મેટ્રિક ટનની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે સાંઘી સિમેન્ટના હસ્તાંતરણની જાહેરાત સાથે આ ક્ષમતા ૨૦૨૫ સુધીમાં ૧૦૦ MTPAની હાંસલ કરવા માટેનું લક્ષ્ય છે. ઉત્પાદન અને પૂરવઠાના માળખાની અત્યંત સૂઝ સમજ સાથે એસીસી અને અંબુજા ભારતની મજબૂત બ્રાન્ડ તરીકે જાણીતી છે. જેમાં ખાસ કરીને કાચી સામગ્રી, રિન્યુએબલ પાવર અને લોજીસ્ટિક્સના ક્ષેત્ર સાથે સંકળાયેલી અદાણી પોર્ટફોલિઓની કંપનીઓનો વિશાળ અનુભવ અને પાારંગતતા સાથે સંકલિત અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લેટફોર્મનો સુભગ સમન્વયના પરિણામે સપ્ટેમ્બર-૨૨માં હસ્તાંતરણ બાદ તુરત જ EBITDA / Ton રુ.૩૪૦/ tonથી જૂન-૨૩ના ત્રિમાસિકમાં EBITDA / Ton રુ..૧,૨૫૩/ Ton સુધારો થયો છે.દશ આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી યુએસડી ૩,૫૦૦ મિલિયનની સુવિધાઓ દ્વારા ટ્રાન્ઝેક્શન માટે ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે. ડીબીએસ બેંક, ફર્સ્ટ અબુ ધાબી બેંક, મિઝુહો બેંક અને MUFG બેંકે ટ્રાન્ઝેક્શન માટે મેન્ડેટેડ લીડ એરેન્જર અને બુકરનર્સ અને અન્ડરરાઈટર તરીકે કામ કર્યું હતું. ઉપરાંત બાર્કલેઝ બેંક પીએલસી, બીએનપી પરિબાસ, Deutsche બેંક એજી, આઈએનજી બેંક, સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ટ્રાન્ઝેક્શન માટે મેન્ડેટેડ લીડ એરેન્જર્સ અને બુકરનર્સ તરીકે ભાગ ભજવ્યો હતો. સિરિલ અમરચંદ મંગલદાસ, લેથમ અને વોટકિન્સે એલન સાથે ધિરાણ પ્રાપ્ત કરનાર પક્ષના સલાહકાર તરીકેની ભૂમિકા અદા કરી હતી. વધુ માહિતી માટે www.adani.com. માધ્યમોની પૂછપરછ માટે સંપર્ક: Roy Paul; [email protected].

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!