BHACHAUKUTCH

૭૫મું પ્રજાસત્તાક પર્વ-૨૦૨૪ રાપર ખાતે રાજય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

૭૫મું પ્રજાસત્તાક પર્વ-૨૦૨૪ રાપર ખાતે રાજય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો.

દરેક નાગરીક દેશ- રાજ્યની વિકાસની ગતિશીલતામાં સક્રિયતા જોડાઈ સહયોગની આહુતિ આપે – રાજય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા.

માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબ્લો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.

રાપર કચ્છ, શુક્રવાર,૨૬-જાન્યુ,૨૦૨૪ :- આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું આપણને સૌને ગૌરવ છે ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી .આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ ૮ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં રાજયમંત્રીશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૫માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીના દિલમાં વસેલી છે. હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે વિશ્વ ભારતની વિકાસયાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચીંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે.ગ્રામજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે.આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવો છેલ્લા બે દશકથી ચાલી આવતી ગુજરાતની વણથંભી વિકાસયાત્રા જણાવતા ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત, કૃષિ મહોત્સવ ,માં અમૃતમ યોજના, આયુષ્માન કાર્ડ જેવી અનેક યોજનાએ છેવાડાના માનવીને લાભાન્વીત કર્યા છે. ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે, ગુજરાતે ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બન્યો છે. રાજ્યમંત્રીશ્રીએ જી-૨૦ના સફળ આયોજન સાથે વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટે ચાર જાતિ કિસાન, મહિલા, યુવા, ગરીબ મહત્વની છે અને આજ પ્રતિબધ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહી છે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતને વિશ્વ સત્તા બનાવવા માટે યશસ્વી વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાન, નવી સંસદનું નિર્માણ, રામ મંદિરનું નિર્માણ, આત્મનિભૅર ભારત જેવા અનેક મહત્વના નિર્ણયો લઈ દેશને એક નવી ગતિ આપી છે. ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે, છેલ્લા વર્ષોમાં દેશના ૧૪ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે, ભારત ઓટોમોબાઇલ સેક્ટરમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે, આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરીને વિશ્વમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે.કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ધોરડોને બેસ્ટ વિલેજ ટુરીઝમ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે. આ તકે તેમણે નર્મદાના અવતરણે તરસતા કચ્છને તૃપ્ત કર્યું છે ત્યારે ભૂકંપની મારમાંથી ઊભા થયેલા ખમીરવંતા કચ્છીઓએ બીપરજોય જેવી પરિસ્થિતિમાં પણ સરકારની પડખે રહીને ઝીરો કેઝયુઆલીટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કરવામાં નિર્ભિકતાથી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.કચ્છના રણ ઉત્સવની સફળતાને વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં રણોત્સવની શરૂઆત થી હમણાં સુધી ૩૦ લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ સ્મૃતિ વન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા, માતાના મઢ, લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે.રાજયમંત્રીશ્રીએ દરેક નાગરીકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવવા અનુરોધ કર્યો હતો.આ તકે રાજ્યમંત્રીશ્રી સાથે કલેકટરશ્રી અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ બાદ પરેડ કમાન્ડરશ્રીની આગેવાની હેઠળ વિવિધ ૮ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી. આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જયો હતો. દેશભક્તિ ગીત, અભિનય ગીત, ફોજી નૃત્ય, રામાયણ સમુહ નૃત્યની પ્રસ્તૃતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઇ હતી.આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા. આ તકે રાજયમંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. રાજ્ય મંત્રીશ્રીએ કલેકટરશ્રીને તાલુકાના વિકાસ માટે સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો.આ તકે દેશભકિતના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઈ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા , નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સુર્યવંશીના અધિકારીશ્રીઓ , કર્મચારીઓ, મીડીયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો આ તકે ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યુ હતું.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!