HALVADMORBIMORBI CITY / TALUKO

MORBI:એસીબી સફળ ટ્રેપ મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની રૂપિયાની લાંચ આંગડિયા મારફતે માંગી

એસીબી સફળ ટ્રેપ :મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની રૂપિયાની લાંચ આંગડિયા મારફતે માંગી

રાજ્ય સરકારની કચેરી હોય છે કેન્દ્ર સરકારની કચેરી હોય લાંચ લેવી અને લેવી એ ગુનો છે છતાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં લાંચ લેતા અધિકારીઓ તે ગુનો કર્યા વગર રહેતા ન હોય તે સિસ્ટમ નો હિસ્સો બની ગયો હોય એવી રીતે છાશવારે લાંચ-રુશ્વત શાખા દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભૂતકાળમાં કહ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પરંતુ આ મોંઘવારીમાં કોઈ અધિકારીઓ ખાધા પીધા વગરના રહેતા નથી ઘટના પ્રકાશમાં આવી છે.

બનાવની મળતી વિગતો અનુસાર ફરિયાદી ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજના ના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર,નવાગામ,મેધપર,દેરાળા થી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હતા.જે કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનુ બીલ મંજુર થવા મોકલ્યું હતું.બીલની ફાઇલ આરોપી મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ ખાતે આસીસ્ટન્ટ એન્જીનિયરના પદ પર ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલમા ઉમંગભાઇએ અભિપ્રાય નહી આપતા ફરિયાદીએ તેમનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. એ વખતે ઉમંગભાઇએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરી હતી. જે બીલની રકમ મુજબ ફરીયાદીએ રૂ.૨,૫૫,૦૦૦ આપવાના થતા હતા. જે પૈકી રૂ.૨,૦૦,૦૦૦ તા.૨૩ ડિસેમ્બરના રોજ આપવાનું નક્કી થયું હતું

સમગ્ર મામલે ફરિયાદીએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ફરિયાદીએ આરોપી ઉમંગભાઈનો સંપર્ક કરતા તેણે મોરબીની કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂ.૨ લાખ મોડાસા મોકલી આપવાનું જણાવ્યું હતું.જેને પગલે એ.સી.બી. પોલીસે આજે તા.૨૩ ડિસેમ્બરના રોજ પી.એમ. આંગડીયા પેઢીની ઓફીસ, નવા ડેલા રોડ, ધરતી ટાવર, બેંક ઓફ બરોડાની પાછળ છટકું ગોઠવ્યું હતું. જેથી ફરિયાદીએ પી.એમ.આંગડીયા પેઢીમા જઇ આરોપી ઉમંગભાઈ સાથે વાત કરતા ઉમંગભાઈએ ફરિયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારી સાથે હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ આરોપીની સૂચના મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપી હતી. જેની સ્લીપ લખી આપતા એ.સી.બી. પોલીસે મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી હતી અને હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.આ કામગીરીમાં મોરબી એ.સી.બી. પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા અને રાજકોટ એ.સી.બી. પોલીસના મદદનીશ નિયામક વી.કે. પંડ્યા જોડાયેલા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!