AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે શ્રી ગોવિંદ ગુરુ સુવિધા સંકુલમાં પુસ્તકાલયનો પ્રારંભ કરાયો..

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર જેવા છેવાડાનાં વિસ્તારમાંથી વિદ્યાર્થીબંધુ તથા ભગીનીઓને પોતાના કારકિર્દીના ઘડતરમાં માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા  ટ્રસ્ટ દ્વારા શ્રી ગોવિંદ ગુરુ સુવિધા સંકુલનુ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.અહી સુબીર વિસ્તારનાં 31 જેટલા ગામોના વિદ્યાર્થીઓ અને સમાજના આગ્રણીઓ હાજર રહ્યા હતા.આ સંકુલમાં નિઃશુલ્ક પુસ્તકાલયની સુવિધા, કારકિર્દી માર્ગદર્શન તથા સહાયતા કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સુવિધા કેન્દ્રના માધ્યમથી સુબીર વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો અને યુવતીઓને વિવિધ પુસ્તકો ઉપરાંત શાંત વાતાવરણમાં બેસીને તૈયારી કરવા માટેનું વાતાવરણ મળશે.શ્રી ગોવિંદ ગુરુ સુવિધા સંકુલનો ઉદ્દેશ્ય જનજાતિ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ વર્ગ 1-2-3ની વિવિધ પરીક્ષાઓમાં સફળતા મેળવી પોતાનું તથા પરિવારનું જીવન ધોરણ ઉચુ લાવે તેવો રહેશે.સુબીર વિસ્તારમાં સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની બીજી કોઈ સુવિધા ન હોવાથી આ પુસ્તકાલય બધાને મદદરૂપ બનશે.આ કાર્યક્રમ દિપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધાવી પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી  ગુણવંતભાઈ ઢિમ્મર, સામાજીક આગ્રણી છબીલદાસજી વ્યવહારે કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.શ્રી ગોવિંદગુરુ સુવિધા સંકુલ સુબીર એ શબરીધામ જતા રોડ પર અંદાજિત એક કિલોમીટર પર આવેલ છે તેમ વાચકોને અખબારી યાદીમાં જણાવ્યુ છે..

Back to top button
error: Content is protected !!