KUTCHMUNDRA

માંડવીની શ્રી ગોકુલ આર્ટસ કોલેજ ખાતે પરીક્ષાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત: મોઢું મીઠું કરાવી પેન અર્પણ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

માંડવીની શ્રી ગોકુલ આર્ટસ કોલેજ ખાતે પરીક્ષાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત: મોઢું મીઠું કરાવી પેન અર્પણ કરાઈ

 

માંડવી, તા. 18:

માંડવી સ્થિત શ્રી ગોકુલ આર્ટસ કોલેજ મધ્યે તાજેતરમાં શૈક્ષણિક સૌહાર્દભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત બી.એ. ની પરીક્ષાના પ્રારંભે કોલેજ વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા અને તેમને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાના હેતુથી કોલેજ પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીનું મોઢું મીઠું કરાવી અને શુભેચ્છા પ્રતીક રૂપે બોલપેન આપીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કોલેજના સ્થાપક ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ ગોકુલ ગાંધી અને ટ્રસ્ટી ભાવનાબેન ગોકુલ ગાંધીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ પાઠવ્યા હતા. તેમની સાથે કોલેજના ડાયરેક્ટર પ્રવીણ પોપટ, પ્રા. દર્શનભાઈ રાજગોર તેમજ કચ્છ યુનિવર્સિટી વતી ઓબ્ઝર્વર તરીકે હાજર રહેલ તિતિક્ષાબેન ઠક્કરે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ સ્ટાફના અલકિશાબેન ચાકી, નેહલબેન ગિલાતર, સુમિતભાઈ દરજી તથા સિકંદર ભડાલા ભૈયાએ જહેમત ઉઠાવી હતી. મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ મેળવીને પરીક્ષાર્થીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!