
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ભુજ: વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારોનો ઝંઝાવતી જનસંપર્ક, મતદારો દ્વારા ભવ્ય આવકાર
ભુજ, તા. 19:
કચ્છના પાટનગર ભુજમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 10 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી ‘ડોર ટુ ડોર’ પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં તેમને જનતાનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
વોર્ડ નંબર 10 ની પેનલ મેદાનમાં:
ભાજપના સક્ષમ ઉમેદવારો દિલીપભાઈ હડિયા, વંદનાબેન પરમાર, અસ્મિતાબેન ગોર અને હિરેનભાઈ, ભાનુભાઈ ઠક્કર દરરોજ આ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે ભાજપના પાયાના કાર્યકરો અને સ્થાનિક જનતા મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. આ ઉમેદવારો દ્વારા ખાસ કરીને આર.ટી.ઓ. વિસ્તારની 1 થી 19 શેરીઓમાં ઝંઝાવતી જનસંપર્ક સાધીને ‘પેનલ ટુ પેનલ’ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
લોકોનો વિશ્વાસ અને વિકાસની ખાતરી:
સ્થાનિક રહેવાસીઓ ભાજપના અગાઉના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને યાદ કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ મતદારોને ખાતરી આપી છે કે તેઓ ચૂંટાયા બાદ આ વિસ્તારના પ્રશ્નો માટે સદાય સક્રિય રહેશે અને બાકી રહેલા વિકાસકાર્યોને વધુ વેગ આપશે. પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટે આ ચારેય ઉમેદવારો કટિબદ્ધતા દર્શાવી રહ્યા છે.
વોર્ડ નંબર 10 માં ઠેર-ઠેર મળી રહેલા ઉષ્માભર્યા આવકારને જોતા ભાજપની પેનલ પ્રત્યે મતદારોનો ભરોસો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
અહેવાલ: દર્શક અંતાણી – સત્યમ, ભુજ

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




