SABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના પદાધિકારીઓનો વિશ્વ વસ્તી દિન નિમિત્તે એક દિવસીય વર્કશોપ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પદાધિકારીઓનો વિશ્વ વસ્તી દિન નિમિત્તે એક દિવસીય વર્કશોપ યોજાયો

 

***********

 

“નાનું કુટંબ, સુખી કુટુંબ” સંદેશને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સ્થાનિક લોકોનો સાથ લઈ શિક્ષિત કરવા – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી

 

***********

 

સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્યોનો વિશ્વ વસ્તી દિન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્રારા આયોજિત કરાયો હતો.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી એ જણાવ્યું હતું કે, ભારત યુવાઓનો દેશ છે. આપણા દેશમાં યુવા વર્ગ વધુ હોવાથી આર્થિક વિકાસમાં ખુબ મહત્વનો ભાગ ભજવી શકે છે. અર્થશાસ્ત્રીઓના મતે વસ્તી વધુ તેમ બજાર મોટું, પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ છે તેમ જ વસ્તી વધારાની બે બાજુ છે. ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો પરંતુ ચીન દ્રારા કડક કાયદાના અમલ થકી વસ્તી નિયંત્રણ કર્યું અને આજે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. આજે દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયા દેશનો ઉમેરો થાય છે સામે તે પ્રમાણે સંસાધનો વધતા નથી જેથી અનેક સમસ્યાઓ પેદા થાય છે.

 

વધુમાં તેમણે ઉમેર્યું કે, શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે આ બાબતે લોકો શિક્ષિત બની કુટુંબ નિયોજન ઓપરેશન, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવા અન્ય માધ્યમો થકી વસ્તી નિયંત્રણ ની જરૂરિયાત સમજ્યા છે. પરંતુ હજુ જિલ્લાના કેટલાક વિસ્તારો, કોમોમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ હોવાથી વસ્તી નિયંત્રણ માં સમસ્યાઓ થઈ રહી છે. સાથે બે બાળકો વચ્ચેના અંતરની જાળવણી ન થતા કુપોષણ – માતા મરણ, બાળ મરણ જેવી સમસ્યાઓ ઉદભવે છે. આ સમસ્યા નિવારવા “નાનું કુટંબ, સુખી કુટુંબ” સંદેશને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સ્થાનિક લોકોનો સાથ લઈ શિક્ષણનો ફેલાવો કરવો જોઇએ.

 

નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદીએ જણાવ્યું કે, શિક્ષિત લોકોમાં અમે બે, અમારૂ એક જ સુત્ર સ્વીકારી લીધુ છે. મોટાભાગના શિક્ષિત સમાજમાં એક જ અથવા બે બાળક પછી બસ તેઓ યોગ્ય ઉપાયો થકી ગર્ભ ધારણ અટકાવે છે. વસ્તી વધારાની સમસ્યા મુખ્યત્વે વિચરતી જાતી, લઘુમતી અને આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણના અભાવે છે. આજનું બાળક ભવિષ્યનો નાગરીક છે. તે સુપોષિત, સુશિક્ષિત અને સુસંસ્કારી બને તે માટે ખાસ જરૂરી છે કે લગ્ન યોગ્ય ઉંમરે થાય બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર જરૂરી છે.

 

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.

 

 

 

આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શંકરભાઈ બેગડીયા, શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી રમીલાબેન પટેલ, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી રેખા બા ઝાલા, દંડકશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પોશીના અને વિજયનગર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા, અધિક આરોગ્ય અધિકારીશ્રી ચારણ, ડૉ. મલેક, હિંમતનગરના ટી.એચ.ઓ.શ્રી ડો. રાજેશ પટેલ, તમામ તાલુકાના ટી.એચ.ઓ.શ્રી તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!