BHUJKUTCH

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માં મતદાન જાગૃતિ વધારવા સંકલ્પ પત્રોનું વિતરણ

ભુજ, શનિવાર

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કચ્છની કચેરીના માગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા જિલ્લા SVEEP નોડલ અધિકારી,કચ્છના માધ્યમથી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માધ્યમથી પરિવાર દીઠ સંકલ્પ પત્ર આપવામાં આવ્યા હતા.

આ માટે જિલ્લા SVEEP નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લામાં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના કુલ ૨૨૫૬૧૦ વિદ્યાર્થીઓમાં તેમજ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૨૨૮૩૦, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૨૯૦૯૯ અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ૩૨૭૨૩ મળીને કુલ ૩૧૦૨૬૨  (ત્રણ લાખ દસ હજાર બસ્સો બાસઠ) સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ સંકલ્પ પત્રો જેટલા પરિવારો સુધી મતદાન જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

સંકલ્પ પત્રો પરિવારની મહિલા મતદાર દ્વારા ભરવામાં આવે એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેથી કરીને જિલ્લામાં મહિલા મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને મહિલાઓમાં મતદાનનું પ્રમાણ વધારી શકાય.

સંકલ્પ પત્ર વિતરણ કામગીરી SVEEP નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી,શ્રી બી.એમ વાઘેલાના માગદર્શન હેઠળ શ્રી શિવુભા ભાટી અને શ્રી જી.જી.નાકર અને તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે..સંકલ્પ પત્રો દરેક પરિવાર પાસે ભરાવીને એપ્રિલ ૧,૨૦૨૪ સુધીમાં પરત મેળવી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી,કચ્છને સોંપવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!