ANJARKUTCH

અંજાર મેઘપર બોરીચી વિસ્તારમાં થયેલ અપહરણ (ખંડણી) તેમજ ખુનના ચકચારી ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પુર્વ-કચ્છ (ગાંધીધામ) પોલીસ

21-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર કચ્છ :- તા.૦૭/૧૧/૨૦૨૩ ના રોજ પુર્વ કચ્છ (ગાંધીધામ) જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૩૧૧૭૩/૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૩૬૪(એ) મુજબનો અપહરણ તેમજ ખંડણી અંગેનો ગુનો જાહેર થતા ગુનાની ગંભીરતાને લઈ પોલીસ ઇન્સસ્પેક્ટર એસ.ડી.સિસોદીયાનાઓ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમા, એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ અંજાર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ તથા એસ.ઓ.જી. પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ફરીયાદીના ઘરની વિઝીટ લેતા અને ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જાહેર કરેલ કે મરણજનાર યશ સન/ઓફ સંજીવકુમાર તોમર ઉ.વ.૧૯ ૨હે. મ.નં.૪ મંગલમ રેસીડેન્સી સર્વે નં. ૧૭૫ મેઘપર બોરીચી તા.અંજાર વાળો ગઈ તા.૦૬/૧૧/૨૦૨૩ ના રોજ સવારના આશરે સવા દશેક વાગ્યે આદિપુર કોલેજ જવા સારૂ પોતાની કબ્જાની હિરો પ્લેઝર જેના રજી નં.જી.જે.૧૨ ઈ.એફ.૮૮૩૨ વાળુ સ્કુટર લઈને નીકળેલ અને સાંજના ફરીયાદીએ તેમના દિકરા યશને ફોન કરતા કોઈ અજાણ્યા ઈસમે અજાણ્યા નંબરથી સવા કરોડની ખંડણી માંગણી કરેલ તે અંગેની ફરીયાદીએ જાહેરાત કરેલ હોઈ જે ગુનાની ગંભીરતાને લઈ અધિકારીશ્રીઓએ અંજાર પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી તથા અંજાર ડીવીઝનના જુદા જુદા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ૧૫ જેટલી ટીમો બનાવી તેમજ ટેકનીકલી તેમજ હ્યુમનસોર્સીસ આધારે પણઅલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ ક૨વામાં આવેલ તેમજ કોઈપણ રીતે તપાસને દિશા મળતી ન હોઈ દરમ્યાન પોલીસ ટીમ દ્વારા મરણજનારનો આવવા તથા જવાનો રૂટ નક્કી કરી તેમજ આજુબાજુ વિસ્તારોના સી.સી.ટી.વી ફુટેજોના બેકઅપ મેળવી ટીમો દ્વારા સતત એનાલીસીસ ચાલુ રાખી તપાસ દરમ્યાન મરણજનાર સાથે તેમના જવાના રૂટ ઉપર પાછળ એક ઈસમ કોલેજનુ બેગ લઈને બેસેલાનુ એનાલીસીસ દરમ્યાન ફલીત થતા તે અજાણ્યા ઈસમ કોઈ વિધાર્થી કે મિત્ર હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ જણાઈ આવેલ તેમજ મરણજનાર દ્વારા તેના મોબાઈલ થી સોસીયલ મેડીયામાં (સ્નેપ ચેટ) ઉપર મિત્ર વર્તુળમાં બાવળોની ઝાડીઓ દેખાતી હોઈ તેવો વીડીઓ વાયરલ કરેલ હોઈ જે વીડીઓ દ્વારા પોલીસ ટીમ વીડીઓમાં વાયરલ થયેલ જગ્યા જે ગાંધીધામ ટાગોર રોડ પંચમુખી હનુમાન મંદિરની પાછળની બાવળોની ઝાડીઓ હોવાનુ ટુંક જ સમયમાં શોધી કાઢી તેમજ તે જગ્યા ઉપર કંઇક શંકાસ્પદ દાટેલ હોવાનુ ફલીત થતા ઉપરી અધિકારીશ્રીઓની ટીમ દ્વારા તે જગ્યાને ખોદાવી જોતા ખાડાની અંદર એક લાશ હોવાનુ તેમજ તે લાશ ખુન થયેલ હોવાનુ ફલીત થતા જે પ્રાથમીક દ્રષ્ટીએ અપરહણ થયેલ મરણજનાર યશ તોમરની લાશ હોવાનુ જણાઈ આવતા જે લાશની પરીવાર દ્વારા ઓળખ કરાવી અધીકારીશ્રીઓ તથા પોલીસની ટીમો દ્વારા તે દિશામાં સઘન તેમજ ઉંડાણપુર્વક તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસમાં મરણજનાર યશ તોમરની પાછળ બેસેલ ઈસમ ટ્રેસ થયેલ અને તેને પોતાની ઓળખ છતી ન થાય તે સારૂ પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો પેહરવેશ કોલેજ સ્ટુડંટ જેવો પહેરવેશ પેહરેલ હોઈ પરંતુ સી.સી.ટી.વી ફુટેઝમાં મેઘપર બોરીચી તેમજ આદિપુર વિસ્તારોમાં અવાર નવાર ટ્રેસ કરતા આરોપીએ રસ્તામાં ક્યાંક કપડા બદલાવી નાખેલ હોવાનુ સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસ દ્વારા જણાઈ આવેલ હોઈ તેમજ તેની સાથે અન્ય ઇસમ સંકળાયેલ હોવાનુ સી.સી.ટી.વી ફુટેઝ એનાલીસીસમાં જણાઈ આવેલ હોઈ જેથી પોલીસ ટીમો દ્વારા લગભગ અંજાર, મેઘપર બોરીચી, આદિપુર જી.આઈ.ડી.સી વિસ્તાર, મણીનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, અંતરજાળ વિસ્તારમાંથી લગભગ ૦૯.૫ કિલીમીટર સુધી ટ્રેસ કરી તેમજ આશરે ૩૫૦ જેટલા સી.સી.ટી.વી કેમેરાઓના બેકઅપ લઈ આશરે ૧૨૦૦ જી.બી. જેટલો ડેટા કલેક્ટ કરી તેનુ એનાલીસીસ કરી આરોપીની તેમજ એકટીવાની ઓળખ છતી કરી બાદમાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે બનેલ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આગળની તપાસ ચાલુમાં છે.

પકડાયેલ આરોપીઓ :- (૧) રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરશીભાઈ કાલરીયા (પટેલ) ઉ.વ.૫૯ ૨હે હાલે જલારામનગર મ.ન.૫૧ અંતરજાલ તા.ગાંધીધામ કચ્છ મુળ રહે ડી/૩૦૫ શ્રી પદ એપાર્ટમેન્ટ વિશ્વાસ સીટી-૭ ગોતા અમદાવાદ મુળ વતન જામવાલી તા.જામજોધપુર જી.જામનગર (૨) કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી) ઉ.વ.૪૦ ૨હે.વાવાઝોડા કેમ્પનગર ગણેશનગર ગાંધીધામ કચ્છ.

કબ્જે કરેલ મુદ્દામાલ :- રેડી દરમ્યાન તેમજ ગુનામાં વાપરેલ વાહનો (૧) એક્ટીવા જેના રજી નંબર જી.જે.૧૨ બી.જી.-૫૮૬૯ જેની કિ.રૂ.૨૦, ૦૦૦/- (૨) મો.સા. જેના ૨જી નંબર જી.જે.૧૨-ઈ.એ.-૭૩૬૧ જેની કિ.રૂ.૪૦, ૦૦0/- (૩) આરોપીઓના કબ્જામાંથી મળી આવેલ મો. ફોન નંગ-૦૨ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- ગુનાને અંજામ આપવાનો હેતુ પકડાયેલ આરોપીઓ પૈકી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ કાલરીયા (પટેલ) રહે ગાંધીધામ વાળો હાલે સીટ કવર રીપેરીંગનો કામ કરતો હોઈ જે આજ થી પાંચ વર્ષ પહેલા આર્થિક રીતે સધ્ધર હોઈ પરંતુ અચાનક ધંધામાં નુકશાન આવતા ગાડીઓ વેચાઈ જતા ધંધો ઠપ થઈ જતા દેવુ વધી ગયેલ જેથી દેવામાંથી બહાર આવવા તેના પરીવારને અમદાવાદ મુકામે રહેવા માટે મોકલી દીધેલ અને આરોપી અને ફરીયાદીનો પરીવાર પાંચ વર્ષ પહેલા વરસામેડી વિસ્તારમાં આવેલ બાગેશ્રી-૦૫ માં એક જ સોસાયટીમાં રહેતા હોઈ અને બો પરીવારો એકબીજાના પરીચયમાં હોઈ અને આરોપી જાણતો હોઈ ફરીયાદીનો પરીવાર આર્થિક રીતે સધ્ધર હોઈ જેથી દેવામાંથી બહાર નીકળવા આરોપી પોતે અહિયા આદિપુર મુકામે એકલો રહી આયોજન પુર્વક પાંચ વર્ષ પહેલા ડમી સીમકાર્ડ ખરીદી અપહરણ, ખંડણી (ખુન) જેવા ગુનાને અંજામ આપવા વિચારી અન્ય એક આરોપીને સદર ગુનાને અંજામ આપવા આર્થિક લોભ લાલચ આપી સદર ગુનાને અંજામ આપવા બાવળોની ઝાડીઓમાં ખાડો ખોદી તેમજ મરણજનારની આવવા જવાના રસ્તાની રેકી કરી કોલેજ જવાના સમય દરમ્યાન મરણજનારને ઉભુ રખાવી તેને પોતાની એકટીવા ખરાબ થઈ ગયેલ હોવાનુ કહી અને ધંધાની સાઈટ ઉપર મુકવા માટે કહીને લઈ જઈ બાવળોની ઝાડીઓમાં સદર ખુન, અપહરણ તથા ખંડણી જેવા ગુનાને બઠો આરોપીઓ સાથે મળીને અંજામ આપેલ અને આરોપીએ પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો વેશ પેહરવેશ બદલી તેમજ બનાવને અંજામ આપતી વખતે પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરી ડમી સીમ કાર્ડથી ફરીયાદીને ફોન કરી ગુનાને છુપાવવા માટે પોલીસને ગુમરાહ કરવાની આયોજન પુર્વક ગુનાને અંજામ આપેલ.

સદર કામગીરી નીચે મુજબના અધિકારી શ્રી તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. ( ૧) એમ.પી.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર (૨) એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામ (3) એસ.ડી.સિસોદીયા પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન (૪) એમ.એમ.ઝાલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ (૫) ડી.જી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન (૬) એલ.સી.બી. એસ.ઓ.જી. બ્રાંચના માણસો તથા અંજાર ડીવીઝનના અંજાર, ગાંધીધામ એ. ડીવીઝન તથા આદિપુર પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ કુલ-૧૫ ટીમો રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!