BHARUCH

જંબુસર તાલુકા ના મગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો કંપની ધ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર જમીન વિવાદ પ્રાન્ત અધિકારી,મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ની મુલાકાત લીધી

જંબુસર તાલુકા ના મગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો કંપની ધ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર જમીન તથા સરકારી પડતર જમીન ઉપર કબજો કરી ને રસ્તો બનાવી દીધો હોય તેના વિરોધ મા તથા ગૌચર તથા સરકારી જમીન ખુલ્લી કરવા મગણાદ ગ્રામ પંચાયત ના ઈ.ચા.સરપંચ તથા સભ્યો તેમજ ગ્રામજનો એ ગત તારીખ ૮ મી ના રોજ કંપની ના માર્ગ ઉપર કાંટાળી વાડ બનાવી કંપની મા વાહનો ની અવરજવર અટકાવી દેતા આજરોજ પ્રાન્ત અધિકારી,મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ની મુલાકાત લઈ ને સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો તથા ગ્રામ જનો સાથે તેઓની રજૂઆત સાંભળી ને સ્થળ નિરીક્ષણ કરી તેઓના પ્રશ્ર્નો હલ કરવાના પ્રયત્ન હાથ ધર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર તાલુકા ના મગણાદ ગામ ખાતેઔધોગિક ઘન કચરા નો નિકાલ કરતી સેફ એન્વાયરો કંપની આવેલ છે. આ કંપની ધ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર જમીન તથા સરકારી પડતર જમીન ઉપર કબજો કરી ને રસ્તો બનાવી દીધો હોય તેના વિરોધ મા તથા ગૌચર તથા સરકારી જમીન ખુલ્લી કરવા વારંવાર લેખિત મા તથા મોખીક રજુઆત જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તથા મામલતદાર ને કરવા છતાંય કોઈ નિરાકરણ નહી આવતા ગત તારીખ ૮ મી ના મગણાદ ગ્રામ પંચાયત ના ઈ.ચા.સરપંચ તથા સભ્યો તેમજ ગ્રામજનો કંપની ના માર્ગ ઉપર કાંટાળી વાડ બનાવી કંપની મા વાહનો ની અવર જવર અટકાવી દીધી હતી.કંપની ના સત્તાધીશો એ કંપની નો માર્ગ પુનઃ શરૂ થાય અને કંપની ની બંધ પડેલ કામગીરી શરૂ થાય તે માટે વહીવટીતંત્ર ને તમામ સાધનીક કાગળો સાથે રજુઆત કરતા આજરોજ જંબુસર પ્રાંત અધિકારી એમ.બી.પટેલ, મામલતદાર વિનોદ પરમાર, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી કંપની ખાતે આવ્યા હતા. અને જે સ્થળે માર્ગ કાંટાળી વાડ થી બંધ કરેલ હતો ત્યા મગણાદ ગામ ના સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો તથા ગ્રામજનો સાથે તેમની સમસ્યાઓ બાબતે ચર્ચા હાથ ધરી હતી.ગ્રામજનો ની રજુઆત ના પગલે પ્રાંત અધિકારી એમ.બી.પટેલ, મામલતદાર વિનોદ પરમાર તથા તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી એ ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત કરી તેમની ખેતર મા જવાના રસ્તા ની, વરસાદી પાણી ના નિકાલ ની, સમસ્યાઓ જાણી હતી. સમસ્યાઓ જાણ્યા બાદ તેને તાકીદે હલ કરવા પ્રાંત અધિકારી એમ. બી.પટેલે કંપની ના સત્તાધીશો ને જરૂરી સુચના આપી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!