વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૭ ફેબ્રુઆરી : ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ કચ્છની મુલાકાતે પધારી રહ્યા છે. માનનીય રાષ્ટ્રપતિશ્રી ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦ કલાકે સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લેશે. બાદમાં માનનીય રાષ્ટ્રપતિશ્રી ધોરડો પહોંચશે. જ્યાં માનનીય રાષ્ટ્રપતિશ્રી રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ માનનીય રાષ્ટ્રપતિશ્રી ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે. આ બાદ સફેદ રણમાં માનનીય રાષ્ટ્રપતિશ્રી સૂર્યાસ્ત નિહાળશે. ત્યારબાદ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય રાષ્ટ્રપતિશ્રી ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે. તારીખ ૦૧ માર્ચના સવારે ૧૦.૩૦ કલાકે માનનીય રાષ્ટ્રપતિશ્રી વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત લેશે. ત્યારબાદ માનનીય રાષ્ટ્રપતિશ્રી બપોરે ૩.૩૦ કલાકે ભુજ પહોંચીને દિલ્હી જવા પ્રસ્થાન કરશે. માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની કચ્છ મુલાકાત દરમિયાન ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા ઉપસ્થિત રહેશે.