ABADASAKUTCH

નલિયામાં આંખ સાથે શરીરના સર્વે રોગનું નિદાન કેમ્પ માં ૧૪૬ જણાએ લાભ લીધો સાથે ૧૮.લોકો નાં જુદા ઓપરેશન તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે.

૬-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – કચ્છ

અબડાસા કચ્છ :- અંધ જન મંડળ કે સી આર સી ભૂજ,ગાયત્રી પરિવાર નલિયા નાં દ્વારા અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન,મુંબઈ નાં સહયોગ થી આયોજિત કેમ્પ માં બિપર જૉય વાવાઝોડા બાદના રોગચાળા ને ખાસ કાબૂ માં લેવા માટે,લોકોના સ્વાસ્થ્ય માટે,શરીર નાં ડાયા બીટીસ સહિત તમામ નાના મોટા રોગો માટે તેમજ આંખો નાં રોગો માટે સ્વ.રમેશ ભાઈ પી.ત્રિપાઠી (માજી અબડાસા મામલતદાર શ્રી) ની સ્મૃતિ માં એ પરિવાર નાં આર્થિક સહયોગ થી યોજાયેલા આ કેમ્પમાં મુંબઇ નાં નિષ્ણાંત જનરલ ફિઝિશિયન ડો.અસલમ ભાઈ મલિકે ૫૦ જણાને તપાસી અને સારી જાતની દવાઓ સંસ્થા નાં સહયોગ થી ફ્રી આપી હતી,કે સી આર સી આઈ હોસ્પિટલ ભૂજ નાં આંખોનાં અનુભવી ડો.ઇરફાન ભાઈ કાનીયા એ ૮૦ જણાને તપાસી રોગ ની પૂરેપૂરી સમજ આપીને દવા ટીપા સંસ્થા તરફથીફ્રી આપીને સારવાર કરી હતી.દાંતના સર્જન ડો.ભૂમિકા બેન ભાનુશાલી ૧૬ જનાની સારવાર કરી હતી.૯ જણાના દાંત પણ કાઢી આપ્યા હતા. મોતિયા અને વેલ નાં ઓપરેશન લાયક ૧૩ દર્દીઓને આંખોનાં ઓપરેશન કે સી આર સી આઈ હોસ્પિટલ ભૂજ માં ફ્રી કરી અપાશે અન્ય ૫ જણા નાં ઓપરેશન ગાયત્રી પરિવાર નલિયા દ્વારા ફ્રી કરી અપાશે.નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી.નલિયા.કચ્છ ખાતે યોજાયેલા કેમ્પ ની શરૂઆત ડૉકટરશ્રી ઓ અને પધારેલા મહેમાનો અને રાજીવ ત્રિપાઠી નાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી ને કરાઈ હતી.ગાયત્રી પરિવારના અનુરાગજી શર્મા એ મંત્રોચ્ચાર કરીને આર્શીવાદ આપ્યા હતા.રાજીવ આર ત્રિપાઠી,આર્થિક સહયોગના દાતા,વિનોદભાઈ જે ઠાકર – નાગરિક સંરક્ષણ દળ ચીફ વોર્ડન,જય પ્રકાશ વિ. ગોર-નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી, અજય આર જોશી – પ્રમુખશ્રી કચ્છ પરશુરામ સેના, રમેશભાઈ જોશી – પ્રમુખશ્રી નલિયા સમસ્ત બ્રહ્મ સમાજ, હકુમતસિંહ જે જાડેજા – પ્રમુખશ્રી ખરીદ વેચાણ સંઘ, પ્રફુલભાઈ પરમાર-સામાજિક અગ્રણી ભુજ-રામજીભાઈ અબોટી ,અબડાસા બ્રહ્મ સમાજ અગ્રણી ,ઉપરોક્ત જણાં ઓ હાજર થી યથા યોગ્ય સહયોગ આપ્યો હતો.નલિયા સરપંચ શ્રી રામજી ભાઈ કોલી,ભાનુશાલી સમાજ અગ્રણી દિનેશભાઈ ચાન્દ્રા,આશાપુરા ન્યુઝ ચેનલ નાં રમેશભાઈ ભાનુશાલી વિગેરે હાજર રહીને ઉપયોગી પણ બન્યા હતા આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં શ્રી હરેશભાઈ ઠક્કર નારાયણજીભાઈ ઠક્કર અબ્દુલભાઈ મેમણ અને તારાચંદભાઈ ઠક્કરનો મુખ્ય સહયોગ રહ્યો હતો અન્ય લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ ના ગણા ભાઈ ઓએ આ કેમ્પ માં મહેનત કરી ને ઉપયોગી બન્યા હતા.

સ્ટોરી – રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!