
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકામાં ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના સૂત્ર સાથે યોજાશે ભવ્ય “જન કલ્યાણ શિબિર”: જાણો કયા ગામનો કેમ્પ ક્યારે અને ક્યાં યોજાશે
૦૦૦
સરકાર લોકોના દ્વારે: કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૫થી વધુ અગત્યની યોજનાઓનો લાભ એક જ સ્થળે સ્થળ પર જ મળશે
૦૦૦
જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ગ્રામીણ વિસ્તારો અને મુન્દ્રા-બારોઇ-ગોયરસમા શહેરી વિસ્તાર માટે તારીખ વાઇઝ રૂટ નક્કી કરાયા
૦૦૦
આયુષ્માન ભારત, નમોશ્રી, પી.એમ. સૂર્યઘર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય અને પેન્શન યોજનાઓ જેવી સુવિધાઓનો મેળવો સ્થળ પર લાભ
મુંદરા, તા. ૧૨:
વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા અને વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, કચ્છ કલેક્ટર કચેરી અને ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) મુંદરાના માર્ગદર્શન હેઠળ આગામી ૧૫ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન મુંદરા તાલુકામાં ભવ્ય “જન કલ્યાણ શિબિર” (ભૂતપૂર્વ સેવા સેતુ)નું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો અને વહીવટી તંત્રના સંકલનથી પ્રજાને ઘરઆંગણે તમામ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવા માટે આ શિબિરોનું સીટ વાઇઝ માળખું જાહેર કરવામાં આવ્યું છે.
ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) મુંદરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી, તાલુકા હેલ્થ ઓફિસ અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત સમિતિ દ્વારા આ શિબિરોમાં તમામ વહીવટી અને તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
📋 શિબિરનું સ્થળ, તારીખ અને સમાવિષ્ટ ગામોનું વિગતવાર પત્રક:

💡 સ્થળ ઉપર લોકોને મળવાપાત્ર મુખ્ય સુવિધાઓ અને યોજનાઓ:
આ જન કલ્યાણ શિબિરોમાં જુદા જુદા સરકારી વિભાગોના અધિકારીઓ રૂબરૂ હાજર રહીને નીચે મુજબની પ્રમુખ યોજનાઓનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન, અરજી સ્વીકૃતિ અને નિકાલ કરશે:
1. આરોગ્ય વિભાગની સેવાઓ:
આયુષ્માન ભારત યોજના (PM-JAY) અને વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વયવંદના યોજના. હેઠળ સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવશે.
સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓ માટેની “નમોશ્રી યોજના” અંતર્ગત નવા લાભાર્થીઓની વિશેષ નોંધણી અને પેન્ડિંગ કેસોનો ત્વરિત નિકાલ.
મેડિકલ ઓફિસર્સ અને કૂશળ આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા મફત હેલ્થ ચેકઅપ અને દવાઓનું વિતરણ.
2. ઊર્જા વિભાગ:
પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે સ્થળ પર માર્ગદર્શન અને અરજી પ્રક્રિયા.
3. ગ્રામ વિકાસ અને નગરપાલિકા વિભાગ:
બહેનોને આત્મનિર્ભર બનાવતી લખપતિ દીદી યોજના તેમજ શહેરી ફેરિયાઓ માટે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ લોન સહાય અને વી.બી. જી.રામ જી યોજનાની કામગીરી.
4. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ:
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ/દિવ્યાંગ આર્થિક સહાય યોજનાના ફોર્મની મંજૂરી.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ અરજીઓનો સ્વીકાર.
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દરમિયાન ઉપયોગી એવા ફ્રી શીપ કાર્ડની વ્યવસ્થા.
5. મહિલા અને બાળ વિકાસ તથા શિક્ષણ વિભાગ:
વિધવા બહેનો માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, દીકરીઓ માટેની મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના હેઠળ શૈક્ષણિક સહાયની સુવિધા.
6. ડિજિટલ સેવાઓ:
સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે લોકજાગૃતિ અને સેવાઓ.
♿ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા:
સરકારશ્રીના આદેશ અનુસાર શિબિરના સ્થળો પર વરિષ્ઠ નાગરિકો (સિઝન સિટિઝન) અને દિવ્યાંગ અરજદારોને કોઈ તકલીફ ન પડે તે માટે બેસવાની તેમજ અરજી પ્રક્રિયા માટે અલાયદી અને સુવિધાપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
📢 સ્થાનિક નેતાઓ અને તંત્રની જનતાને અપીલ:
મુન્દ્રા તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના તમામ ભાઈઓ-બહેનોને વિનંતી કરવામાં આવે છે કે, પોતાના વિસ્તારમાં યોજાનાર શિબિરની તારીખે જરૂરી આધાર-પુરાવા (આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, ફોટોગ્રાફ્સ વગેરે) સાથે રાખી સમયસર પધારી આ સુવર્ણ તકનો મહત્તમ લાભ લે. વહીવટી તંત્ર પોતે આપના આંગણે આવ્યું છે, ત્યારે કોઈ પણ વચેટિયા વિના સીધો જ સરકારી યોજનાઓનો લાભ મેળવી આપનું જીવન સુખમય બનાવો.
વધુ માહિતી માટે આપના વિસ્તારના સરપંચ, તલાટી મંત્રી, આરોગ્ય કાર્યકર, આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર અથવા નજીકની હેલ્થ કચેરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


