GUJARATKUTCHMANDAVI

“સ્વચ્છતા સપ્તાહ અભિયાન” અંતર્ગત કચ્છના ગામોમાં વિશેષ સફાઈ કાર્યક્રમનું આયોજન.

ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાખવા માટે નાગરિકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા -૧૨ જૂન : સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લાના ગામોમાં સફાઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની શેરી, રસ્તા, ગટર, જાહેર વિસ્તારો આસપાસ એકત્ર કચરાની સફાઇ કામગીરી કરાઇ હતી.કચ્છના ભીરંડીયારા, વોંધ, હીરાપર, આસંબિયા, દેશલપર, દયાપર, વિભાપર, બિદડા, મોડા તથા નાગલપર સહિતના ગામોમાં શેરીઓ, રસ્તાઓ તેમજ ગટરની નજીક એકત્રિત થયેલ કચરાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. હાજર આગેવાનો દ્વારા ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાખવા માટે સૌને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક સફાઈ કામગીરીમાં ભાગ લઈ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.આ અભિયાન હેઠળ કચ્છના પ્રખ્યાત યાત્રાધામ માતાના મઢ ગામની તમામ શેરીઓ, મુખ્ય તથા આંતરિક રસ્તાઓ, બજાર વિસ્તાર, જાહેર મેળાવડા સ્થળો, ઇન્ટરસેક્શન અને એપ્રોચ રસ્તાઓની સઘન સફાઈ કરવામાં આવી. રસ્તાની બંને બાજુ એકત્રિત થયેલો કચરો દૂર કરવામાં આવ્યો હતો તેમજ ગટરની આસપાસ જમા થયેલા કચરાની સફાઈ કરી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે કામગીરી કરાઇ હતી.આ ઉપરાંત અગાઉના દિવસે સાફ કરવામાં આવેલ ગટરના કચરાનો યોગ્ય રીતે ઉપાડ કરી તેનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો. સમગ્ર કામગીરી દરમિયાન સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ગ્રામજનોને પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.સ્વચ્છતા માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ અને સમૃદ્ધ ગામના સંકલ્પ સાથે ગામને સ્વચ્છ, સુંદર અને કચરામુક્ત બનાવવા માટે સૌએ સહભાગી બનવું જરૂરી છે તેવું આગેવાનશ્રીઓ દ્વારા ગ્રામજનોને સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સરપંચશ્રી, સ્વયંસેવકો, સફાઈ કામદારો, તલાટી મંત્રી તેમજ ક્લસ્ટર કો-ઓર્ડિનેટરશ્રીઓએ ઉપસ્થિત રહી સફાઈ કાર્યમાં સહભાગીતા નોંધાવી હતી.

Back to top button
error: Content is protected !!