BHUJKUTCH

કેબલ ચોરીના બે ગુના શોધી ત્રણ ઇસમોને વીજ લાઇનના એલ્યુમીનીયમના કેબલના મુદામાલ સાથે પકડી પાડતી એલસીબી પોલીસ ભુજ

૩-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ ભૂજ એલ.સી.બી.પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળેલ કે અમુક ઇસમો એક મહીન્દ્રા કંપનીની બોલેરો પીક-અપ વાહન નં.-GJ 12 AZ 8419 વાળીમાં શંકાસ્પદ એલ્યુમીનીયમના વાયરોનો જથ્થો ભરીને સુરલભીટ મંદીરાની પાછળના ભાગે આવેલ કાચા રસ્તેથી પસાર થવાના છે તેવી સચોટ બાતમી આધારે સુરલભીટ મંદીરના પાછળના ભાગે આવેલ કાચા રસ્તે આવી વોચ રાખતા હકીકત મુજબની ગાડી આવતા ગાડી ઊભી રખાવી ગાડીના પાછળના ભાગે ચેક કરતાં વીજપોલના એલ્યુમીનીયમના વાયરોના ગુંચળા ભરેલા જોવામાં આવેલ. સદરહુ બોલેરો પીક-અપમાં બેઠેલ ત્રણેય વ્યકિતઓના નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ (૧) હનીફ કાસમ કુંભાર (ઉ.વ.૩૦)રહે. ભુતેશ્વર વિસ્તાર,ભીડનાકા બહાર, ભુજ (૨) અબ્બાસ અલીમામદ કકલ (ઉ.વ.૨૯) રહે. કુંભાર ફળીયુ, ભુતેશ્વર વિસ્તાર, ભુજ (3) ઇકબાલ સુમાર હાલેપૌત્રા (ઉ.વ.૩૬) રહે. તૈયબા મસ્જીદ પાસે, રેહા રોડ, ભારાપર તા.ભુજ વાળાઓ મળી આવતા મજકુર ઇસમો પાસે આ વાયરોના ગુંચળા બાબતે આધાર પુરાવા ની માંગણી કરતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ અને આ વાયરો કયાથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે પૂછપરછ કરતાં જણાવેલ કે ગઢશીશા વિસ્તારમાંથી ત્રણેય જણા ભેગા મળીને આ કેબલ વાયરોની ચોરી કરેલાની કબુલાત કરેલ.અને આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ,બોલેરો ગાડી રજી.નં. GJ-12-AZ-8419 કિમત રૂપીયા ૪,૦૦,૦૦૦/-,એલ્યુમીનીયમના વાયરોના ગુચડા વજન આસરે ૫૫૦ કિલો ગ્રામ કિમત રૂપીયા ૩૩,૦૦૦/-મોબાઇલ ફોન નંગ – ૦૧, કિંમત રૂ.૫,૦૦/-,અન્ય આરોપીનુ પણ નાંમ ખુલ્યું હતું તે આરોપી સુલતાન કુંભાર રહે. કુંભાર ફળીયુ, ભીડનાકા પાસે,

આરોપીઓએ ગઢશીશા વિસ્તારમાંથી કેબલ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી ગઢશીશા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બે ગુનાઓનું ભેદ ભુજ એલીસબીએ ઉકેલી કાઢયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!