ABADASAKUTCH

અબડાસા તાલુકાના વલસરા ગામમાં બીપોરજોય વાવાઝોડાના કારણે મકાનોમાં થયેલી નુકસાન અંગે વધુ સહાય મળે એવી સ્થાનિક લોકોની માંગ છે.

26-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના વલસરા ગામના રહેવાસી લુહાર અલીમામદ નાથા અને લોહાર રસીદા રજાક અને લોહાર હાસમ ના બીપોરજોય વાવાઝોડાના કારણે મકાનોમાં થયેલી નુકસાન અંગે વધુ સહાય મળે એવી સ્થાનિક લોકોની માંગ છે.વલસરા ગામમાં પતરાવાળા અને નરિયાવાળા મકાનોને નુકસાન થયું છે તેને સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે પણ સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે 10000 રૂપિયામાં આજે શું મળે છે અને આ મકાનોમાં મોટા પાયે નુકસાન થયેલું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મકાન ક્યારે પડી જાય એ નક્કી નથી તે માટે અમારા બાળકો અને અમને રહેવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે અને સરકાર તરફથી અમને પૂરેપૂરી સહાય મળે એવી અમારી માંગ છે અને 20 તારીખના રોજ સર્વે કરનારી ટીમ અમારે અહીંયા આવી હતી અમને ₹10,000 જેટલી સહાય પણ મંજૂર કરવામાં આવી હતી પરંતુ આ મકાનો 10,000 માં પાકા બનશે? તે માટે અમે મીડિયાનો સંપર્ક કરી અને સરકાર સુધી આ વાત પહોંચાડીએ છીએ કે અમને પૂરેપૂરી સહાય આપે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!