ગાંધીધામ તાલુકાની ગળપાદર કન્યા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૨૮ ફેબ્રુઆરી : ગાંધીધામ તાલુકાની ગળપાદર કન્યા પ્રાથમિક શાળામાં શ્રી સી. વી. રામનની સ્મૃતિમાં મનાવવામાં આવતો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ગળપાદર કન્યા પ્રાથમિક શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષક બેનશ્રી વંદનાબેન સથવારા અને શાળાના તમામ શિક્ષક ગુરૂજનોના માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં ગળપાદર કન્યા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા વિજ્ઞાનની વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી. અને શાળાના તમામ બાળકો અને આસપાસની શાળાના બાળકો દ્વારા તે કૃતિઓ સરસ રીતે નિહાળવામાં આવી..આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયાએ બાળકોને વિજ્ઞાન પર ભરોસો રાખી બાળકોને અંધ શ્રદ્ધાથી દૂર રહી વિજ્ઞાન સાથે ખભાથી ખભો મિલાવી દેશ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અને શાળાના તમામ શિક્ષક ગુરૂજનો અને બાળકોને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા મહામંત્રી અને શાળાના વડીલ શિક્ષક શ્રીરમેશભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી શ્રીપિયુષ ભાઈ જાદવ, ગ્રુપ શાળાના ગ્રુપ આચાર્ય શ્રીમતિ ઝંખનાબેન પંચાલ, ગળપાદર ગ્રુપના સી.આર.સી. કો. ઓ. શ્રી દિલીપભાઈ આસોડિયા, શ્રી ખેંગારભાઈ, શ્રીમતી નેહાબેન વી. પરમાર, શ્રીમતી અલ્કાબેન સોલંકી, શ્રીમતી વંદનાબેન સથવારા, શ્રીમતી મહેફુજાબેન તથા શાળાના તમામ બાળકો હાજર રહ્યા હતા.