KUTCHMUNDRA

મુંદરામાં બ્રહ્માકુમારીઝની ‘સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ ૧૦ સ્થળોએ કાર્યક્રમો યોજાયા: તનાવમુક્ત જીવન માટે રાજયોગ અપનાવવા અપીલ

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે ત્યારે તનાવમુક્તિ માટે રાજયોગ અનિવાર્ય : બ્રહ્માકુમારી સુશીલાદીદી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરામાં બ્રહ્માકુમારીઝની ‘સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ ૧૦ સ્થળોએ કાર્યક્રમો યોજાયા: તનાવમુક્ત જીવન માટે રાજયોગ અપનાવવા અપીલ

૦૦૦

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે ત્યારે તનાવમુક્તિ માટે રાજયોગ અનિવાર્ય : બ્રહ્માકુમારી સુશીલાદીદી

૦૦૦

માનવી પાસે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં મનની શાંતિ અને સાચી શક્તિ ખૂટે છે જે માત્ર આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે : બ્રહ્માકુમારી ભારતીદીદી (અમદાવાદ)

 

મુંદરા, તા.૧૭:

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમાજમાં શાંતિ અને સદભાવનાના પ્રસાર માટે એક વિશેષ ‘સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થાની શરૂઆત આજથી ૯૦ વર્ષ પહેલાં વર્ષ ૧૯૩૬માં સિંધ હૈદરાબાદથી સ્વયં નિરાકાર પરમાત્માએ સાકાર પ્રજાપિતા બ્રહ્માના માધ્યમથી કરી હતી. સમાજના દરેક વર્ગ સુધી પરમાત્માનો દિવ્ય સંદેશ પહોંચાડવાના હેતુથી સંસ્થા દ્વારા કાર્યરત ૨૫ અલગ-અલગ પાંખો (વિંગ્સ) પૈકીની ‘શિપિંગ, એવિએશન એન્ડ ટુરીઝમ’ (એસએટી) વિંગ દ્વારા આ સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે જે ગાંધીધામ થઈને મુંદરા ખાતે આવી પહોંચી હતી. આ અભિયાન અંતર્ગત મુંદરાની વિવિધ શાળાઓ, અગ્રણી કંપનીઓ અને ટાઉનશીપ સહિત કુલ ૧૦ થી વધુ મહત્વના સ્થળોએ આધ્યાત્મિક જાગૃતિના સુંદર કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે મુંદરા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી સુશીલા દીદીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે જેના કારણે માનવી સતત તણાવનો અનુભવ કરે છે. આ માનસિક તણાવની સીધી નકારાત્મક અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટતા મનુષ્ય અનેક પ્રકારની શારીરિક-માનસિક બીમારીઓનો ભોગ બને છે. આવા સમયે રાજયોગ એ મનને મિત્ર બનાવવાની અત્યંત સરળ અને સુંદર વિધિ છે જેનાથી આપણું મન શાંત અને બુદ્ધિ એકાગ્ર થાય છે તથા આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે. આ પ્રસંગે માઉન્ટ આબુથી ખાસ પધારેલા એસએટી વિંગના નેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્માકુમાર સંતોષભાઈએ પોતાના બહોળા અનુભવના આધારે તનાવમુક્ત પ્રશાસનની સુંદર વિધિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અમદાવાદ કેન્દ્રથી પધારેલા બ્રહ્માકુમારી ભારતી દીદીએ આજના ભૌતિક યુગ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજે માનવી પાસે તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં મનની શાંતિ અને સાચી શક્તિ ખૂટે છે જે માત્ર આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. મનની નબળાઈ જ વ્યક્તિને વ્યસનો તરફ ધકેલે છે. આ યાત્રા દરમિયાન મુંબઈથી ખાસ પધારેલા બ્રહ્માકુમારી પ્રશાંતિબેન, ઉજ્વલાબેન, ગીતાબેન, તેજલબેન, સ્વીટીબેન તેમજ કિરણભાઈ, નિખિલભાઈ અને કાનજીભાઈએ શિશુમંદિર, સી.કે.એમ. કન્યા વિદ્યાલય તથા નાના કપાયા, ઇન્ડિયન ઓઇલ, એગ્રી બિઝનેસ, ક્રોમિની સ્ટીલ કંપની, સીટી ટ્રેનિંગ સેન્ટર, ડી.પી. વર્લ્ડ જેવા મુંદરા પોર્ટના પ્લાન્ટ તથા તેની ટાઉનશીપ, અને અદાણી કચ્છ કોપર પ્લાન્ટની ટાઉનશીપ (શાંતિ વાટિકા) ખાતે મુલાકાત લીધી હતી. આ તમામ સ્થળોએ ઉપસ્થિત લોકોને શાંતિ અને સદભાવનાની સમજ આપવામાં આવી હતી અને પ્રાયોગિક યોગ – ધ્યાન કરાવીને ગહન શાંતિની સુખદ અનુભૂતિ કરાવવામાં આવી હતી. જેમાં અદાણી હોસ્પિટલના ડો. ત્રિયાંક શુક્લા, ગીતાબેન મિશ્રા, ડો. શિલ્પા શર્મા, ડો. મૌલી શાહ તથા ડી. પી. વર્લ્ડના આલોકભાઈ મિશ્રા, કાઉન્સિલર નિમ્રતાબેન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુંદરાના અનિલ મેઘાણી, વિવેકકુમાર વિગેરે સહયોગી રહ્યા હતા.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!