GANDHIDHAMKUTCH

ગાંધીધામ સંકુલમાં ચેટીચાંદની રથયાત્રામાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ગાંધીીધામ કચ્છ.

ગાંધીધામ, તા-15 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાનની જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઉંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. તાજેતરમાં ગાંધીધામ સંકુલમાં ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ અને સરઘસ નીકળ્યા હતા. જેમાં SVEEPની ગાંધીધામ તાલુકાની ટીમ દ્વારા TPEO શ્રી સિજુભાઈના માર્ગદર્શન હેઠળ ચેટીચાંદની શોભાયાત્રાઓમાં મતદાન જાગૃતિ વિષયક પ્રચાર પ્રસાર બેનર્સના માધ્યમ વડે કરવામાં આવ્યો હતો. ગાંધીધામ સંકુલના બહોળા જનસમુદાય સુધી મતદાન જાગૃતિ માટે અપીલ કરવામાં આવી હતી. SVEEP નોડલ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.વાઘેલાના નેતૃત્વ હેઠળ મદદનીશ નોડલ જી.જી.નાકર અને શિવુભા ભાટી અને ચૂંટણી શાખાના નાયબ મામલતદાર સંજયભાઇ સંકલન કરી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!