AHAVADANG

Dang: આહવાથી વઘઇ જતા માર્ગનાં ધૂળચોંડ ગામ નજીક ડુંગળીનો જથ્થો ભરેલ પિકઅપ પલટાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં ધૂળચોંડ ગામ નજીક ડુંગળીનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં તારાબાદ તરફથી ડુંગળીનો જથ્થો ભરી વઘઇ તરફ જઈ રહેલ પિકઅપ ગાડી.ન.એમ.એચ.18.બી.જી.8365 જે આહવાથી વઘઇને સાંકળતા રાજય ધોરીમાર્ગનાં ધૂળચોંડ ગામ નજીક ચાલક દ્વારા બીજી ગાડીને ઓવરટેક મારવા જતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માતનાં બનાવમાં પિકઅપ ગાડી સહિત ડુંગળીનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે પિકઅપ ગાડીનાં ચાલક સહીત અન્ય બે ઇસમોને નાની ઈજાઓ પોહચતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળ પર પોહચી આ તમામની સારવાર કરી હતી..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!