હાલોલ:કંબોલા ચોકડી પાસે ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા મજૂર દંપતીને ઇજા પહોંચી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૩.૨૦૨૫
હાલોલ નજીક આવેલા શક્તિપુરા વસાહત માં રહેતા ગંગારામ નાયક અને તેમની પત્ની મજૂરી કામે સાવલી ગયા હતા જેઓ એક ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી પરત ફરી રહ્યા હતા, ત્યારે કંબોલા ચોકડી પાસે ટ્રેક્ટર ની આગળ બાઈક આવી જતા બાઈક ચાલકને બચાવવામાં ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ખાઈ જતા અકસ્માત માં ટ્રોલી માં બેસેલા ગંગારામ નાયક અને તેમની પત્ની પિન્કીબેન નાયક ઇજાગ્રસ્ત થયા હતા.જેઓને સારવાર માટે હાલોલ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત માં ગંગારામની પત્ની પિન્કીબેન નાયક ના બંને પગ ભાગી જતા તેઓને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.હાલોલ સાવલી રોડ ઉપર ખાખરીયા નજીક કંબોલા ચોકડી પાસે એક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શક્તિપુરા ગામનો એકદમ પતિ ઇજાગ્રસ્ત થયું છે, દંપતી મજુરી કામ અર્થે સાવલી મુકામે ગયું હતું જ્યાંથી તેઓ ટ્રેક્ટર માં બેસી પરત ફરી રહ્યા હતા. ત્યારે સનબીન કંપની પાસે ટ્રેક્ટર ની સામે એક બાઈક ચાલક આવી જતા તેને બચાવવામાં ટ્રેક્ટરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અકસ્માતમાં ગંગારામ નાયકને નાની મોટી ઇજાઓ થવા પામી છે જ્યારે પિન્કીબેન નાયકના બંને પગ ભાગી જતાં તેઓને હાલોલ ની સરકારી હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે.