
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનન વિસ્તારમા ગૌમાસ સબંધી ગુન્હાઓ કરનારની પાસા દરખાસ્ત મંજુર થતા આરોપીને પકડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલતી મોડાસા ટાઉન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ, સાહેબ-અરવલ્લી,.સંજયકુમાર એસ.કેશવાલા મદદનીશ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ જીલ્લામાં કાય દો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ જિલ્લાના સાયબર, પ્રોહીબીશન, શરીર સબંધી તથા ગૌમાંસ ગુન્હાઓમાં ભયજનક આરોપીઓ/ બુટલેગરો/ ગુન્હાહિત માનસ ધરાવતા તત્વો/અનૈતિક વેપાર(અટકવાવાનો) ગુન્હા કરનાર તથા ગૌમાસની પ્રવૃતી કરતા ઇસમો ઉપર અસરકારક પરિણામલક્ષી અટકાયતી પગલાંની કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે અનવયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને સમાજમા શાંતિમય વાતાવરણ રહે તે સારૂ જીલ્લામાં સાયબર,પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુન્હાઓના ભયજનક આરોપીઓ/બુટલેગરો/ગૌમાસની પ્રવૃતી કરતા ઇસમો ઉપર અસરકારક પરિણામલક્ષી અટકાયતી પગલાંની કામગીરી કરવાની સુચના આધારે મોડાસા ટાઉન પો.ઇન્સ. .એ.બી.ચૌધરી તથા ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.કે.વાઘેલાનાઓ ધ્વારા અટકાયતી પગલાં અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.જે કામગીરી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મોડાસા ટાઉન વિસ્તારમા આવેલ ભાવસારવાડા વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે ઘડીયારી અહેમદભાઇ શેખ નાઓ વિરુધ્ધમા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર.-૧૧૧૮૮૦૦૯૨૪૦૭૬૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૩૨૫,૫૪ તથા ધી પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ.૨૦૧૧ ની કલમ ૫,૬(બી)(૧)(૨)(૩) તથા ૮(૪) તથા પશુપ્રત્યેના ઘાતકીપણાની કલમ.૧૧(એલ) તથા એમ.વી. એક્ટ.૧૭૭,૧૯૨ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની ગંભીરતા આધારે અટકાયતી પગલાંલેવા સારૂ દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસાનાઓ મારફતે જીલ્લા મેજી.શ્રી,અરવલ્લી-મોડાસાનાઓ તરફ મોકલી આપતાં જિલ્લા મેજી.સા અરવલ્લી-મોડાસા નાઓએ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ જીલ્લા મેજી.અરવલ્લી નાઓએ આરોપીની પાસા દરખાસ્ત મંજુર કરીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત મુકામે મોકલી આપવા હુકમ કરતાં આ કામના આરોપીને ડીટેઇન કરીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત જેલ હવાલે કરવામાં મોડાસા ટાઉન પોલીસને સફળતા મળેલ છે.




